સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાના શૌચાલય વિહોણા ૯૫૫૯ કુટુંબોને શૌચાલય બનાવવા માટે લાભ અપાયા
રાજકોટ : ભારત સરકારની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં ગ્રામ્યકક્ષાએ શૈચાલય વિહોણા કુટુંબોને જેવા કે, એસ.સી, એસ.ટી. નાના સિમાંત ખેડૂત, દિવ્યાંગ, મહિલા તથા બી.પી.એલ. લાભાર્થીઓને વ્યકિતગત શૌચાલય માટે રૂપિયા ૧૨ હજારની સહાય ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં શૌચાલય વિહોણા ૯૫૫૯ કુટુંબોને શૌચાલય બનાવવા માટેની યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. ગ્રામ્યકક્ષાએ પ્રવાસીઓની સુવિધા માટે જાહેર સ્થળોએ ૧૪૭ સામૂહિક શૌચાલયો પણ બનાવવામાં આવ્યા છે.

- Advertisement -
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય અને ઘર વપરાશના ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા ન હોય અને શોષખાડો બનાવવા માંગતા હોય તેવા કુટુંબોને મનરેગા યોજના હેઠળ એસ.સી, એસ.ટી. નાના સિમાંત ખેડૂત તથા બી.પી.એલ. લાભાર્થીઓને વ્યકિતગત શોષખાડાનો લાભ મળી શકે છે. તેમજ ખાતર બનાવવા માટે કમ્પોસ્ટ પીટ (ખાતર સડાવવા માટેનો ખાડો) બનાવવા માંગતા લાભાર્થીને મનરેગા યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.



