તાજેતરમાં બનાસકાંઠાના ડીસા જીઆઈડીસીમાં ફટાકડાંના ગોડાઉનમાં ભયંકર બ્લાસ્ટ થવાની ઘટના ઘટી હતી. આ ઘટનામાં અનેક લોકોની જિંદગીઓ હોમાઈ ગઈ હતી. ગુજરાતમાં ગેરકાયદે ચાલતી ફેકટરીઓ અને ફાયર એન.ઓ.સી. વગર ધમધમતા ઉદ્યોગો માટે જીવની જરા પણ કિંમત હોતી નથી. સરકારે આ દુર્ઘટનાની તપાસ કરવા સમિતિની રચના કરી છે અને આ ઘટના બાદ રાજકોટ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. બનાસકાંઠાના ડીસામાં ફટાકડાંની ફેકટરીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાના પગલે રાજકોટમાં પણ તંત્ર દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત શહેરના ફૂલછાબ ચોકમાં આવેલી ફટાકડાંની તમામ દુકાનો અને શહેરની અન્ય ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓની દુકાનોને હાલ પૂરતા તાળા મારી દેવામાં આવ્યા છે. ડીસા જેવો બનાવ અન્ય શહેરોમાં ન બને તે માટે સરકાર હરકતમાં આવી છે. આમ આ બનાવના પગલે રાજકોટ શહેરની તમામ ફટાકડાંની દુકાનો બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે.
ડીસા જેવી ઘટના રાજકોટમાં ન થાય તે માટે તમામ ફટાકડાંની દુકાનોમાં તાળાં મરાયા

Follow US
Find US on Social Medias


