રાજકોટ – રાજકોટના તરઘડીયા સ્થિત સુકી ખેતિ સંશોધન કેન્દ્રની યાદી મુજબ ભારત સરકારના હવામાન ખાતા તરફથી મળેલ હવામાન માહિતી અનુસાર રાજકોટ જિલ્લામાં આગામી તા.૦૧-૦૯-૨૦૨૧ થી તા.૦૫-૦૯-૨૦૨૧ દરમ્યાન હવામાન ગરમ, ભેજવાળું અને વાદળછાયું રહેશે અને તા. ૦૧, ૦૪ અને ૦૫-સપ્ટેમ્બરના રોજ મધ્યમ અને તા. ૦૨થી ૦૩-સપ્ટેમ્બરના રોજ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૨૮-૩૧ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૨-૨૪ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૮૪-૯૧ અને ૫૨-૭૨ ટકા રહેશે.પવનની દિશા પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ ૧૭ થી ૨૧ કીમી/કલાક રહેવાની શક્યતા છે.

- Advertisement -
હવામાન આગોતરો વરતારા મુજબ તા.૦૫ થી ૧૦ સપ્ટેમ્બર –૨૦૨૧ દરમ્યાન ગરમ, ભેજવાળું અને મોટાભાગે વાદળછાયું રહેશે, ઝાટકા સાથેનો ભારે પવન (૨૫-૪૦ કી.મી./ક્લાક) અને મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
જે વિસ્તારમાં અપૂરતા વરસાદને કારણે આગલો પાક નિષ્ફળ ગયો હોય તો હવે વરસાદ થાય તો અજમા (ગુજરાત-૧ & ૨), તલ ( ગુજરાત-૩ & ૪, પૂર્વા-૧), દિવેલા (જીસીએચ-૪, ૭), ચારાની જુવાર (ગુન્ધ્રી, જીએફ્સ-૩ , જીએએફ્સ-૧૧, એસ-૪૯), તુવેર (બીડએન-૨, વૈશાલી), સોયાબીન (ગુજ. સોયાબીન ૧,૩), મગ (ગુજ. મગ-૪) અને અડદ (ગુ-૧, તી-૯) જેવા પાકો લઈ શકાય.

- Advertisement -


