આર્થિક હાલત ખરાબ હોવાથી રાઇડીંગ માટે સાયકલ ન હતી, સાયકલ કંપનીએ સ્પોન્સર કરી સાયકલ અને ખર્ચ આપતાં તેનું મનોબળ મક્કમ બન્યું અને કમાલ કરી દીધી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના એક યુવાને ૧૬ દિવસમાં ૧૮૪૨ કિલોમીટર સુધી સાયકલ ચલાવીને રેકોર્ડ બનાવ્યો છે. આ યુવાન ગુજરાતનો ફાસ્ટેસ્ટ સાયકલ રાઇડર બન્યો છે. હિંમનગરના કાંસરોલ થી સવારે છ વાગ્યે નિકળ્યો હતો અને ૧૬ દિવસમાં લેહ-લદાખ પહોંચી ગયો હતો.
હિંમતનગરના જય પંચાલે આ રેકોર્ડ બનાવ્યો છે. આ યુવાન પહેલાં એક કિલોમીટર સાઇકલિંગ કે દોડમાં થાકી જતો હતો પરંતુ ૧૬ દિવસમાં ૧૮૪૨ કિલોમીટર સુધી સાયકલ ચલાવી છે. જય પંચાલ યારે ધોરણ-૧૦માં અભ્યાસ કરતો હતો ત્યારે તેને સાયકલ ચલાવતો જિને તેના શિક્ષક કિંજલબહેને તેને સાયકલ ભેટમાં આપી હતી. તે હિંમતનગરની સાયકલ કલબમાં જોડાયો હતો.
- Advertisement -
નબળી આર્થિક સ્થિતિ ધરાવતા જયના પિતા ભાડાની દુકાનમાં વેલ્ડીંગનું કામ કરે છે. જય પોતે સાયકલ પર ગામેગામ ફરીને કપડાંની ફેરી કરે છે. હિંમતનગરથી ખારદુગાલ લેહ-લદાખની સાયકલ રાઇડીંગમાં તેણે ભાગ લીધો હતો. તે મેહત્પલ જોષી પાસેથી સાયકલ શિખ્યો છે. આ મેહત્પલ જોષી ગુજરાતનો એ યુવાન છે કે જેણે પ્રથમ માઉન્ટ એવરેસ્ટ સર કયુ છે. તેઓ સાયકલ કલબ ચલાવે છે. જય પંચાલે તેમની પાસેથી રાઇડીંગની બે વર્ષ સુધી તાલીમ લીધી છે.
જયને રાઇડીંગમાં ભાગ લેવો હતો પરંતુ તેની પાસે સાયકલ ખરીદવાના પિયા ન હતા. તેની પાસે જે સાયકલ હતી તે આટલી લાંબી મુસાફરીમાં ચાલી શકે તેમ ન હતી. જો કે તેની ધગશ જોતાં ફાસ્ટર કંપનીએ સ્પોન્સરમાં જયને સાયકલ આપી હતી અને તેની સાથે રાઇડીંગનો ખર્ચ આપ્યો હતો.
- Advertisement -
જય પંચાલે તાજેતરમાં આ રેકોર્ડ કર્યેા છે પરંતુ હવે તેના સાયકલ ગુ મેહત્પલ જોષીની જેમ માઉન્ટ એવરેસ્ટ સર કરવું છે. હાલ જય તેની તૈયારી કરી રહ્યો છે. આટલા ઓછા દિવસમાં ૧૮૪૨ કિલોમીટર સુધી સાયકલ ચલાવવી એ મક્કમ વિના શકય નથી. જય પંચાલે તે સાબિત કયુ છે કે મન મક્કમ હોય તો કોઇપણ ઇરાદા પાર પડી શકે છે.