ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં યોજાયેલી સિંગર નેહા કક્કરની કોન્સર્ટમાં નેહાના અનપ્રોફેશનલ અભિગમને કારણે 4.52 કરોડનું નુકસાન થયાનો આરોપ આયોજકોએ મૂક્યો છે.
અગાઉ, નેહાએ આ શોમાં ગેરવ્યવસ્થાના આક્ષેપો કર્યા હતા. તેના જવાબમા આયોજકોએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા નેહા પર આક્ષેપો મૂક્યા છે. તેમણે કહ્યું છે કે નેહાના કારણે અમે લોકો દેવાંમાં ઉતરી ગયા છીએ અને નેહાએ અમને વળતર વાળી આપવું જોઈએ. કથિત રીતે નેહા શોમાં ત્રણ કલાક મોડી પહોંચી હતી. આથી, એકઠા થયેલા લોકોએ તેનો હુરિયો બોલાવી તેને પાછા જતા રહેવાની ફરજ પાડી હતી. બાદમાં નેહાએ એવો આરોપ મૂક્યો હતો કે આયોજકો ટિકિટના પૈસા લઈ જતા રહ્યા હતા અને પોતાની ટીમ માટે કોઈ વ્યવસ્થા પણ કરી ન હતી.
- Advertisement -
પરંતુ આયોજકોએ જણાવ્યું હતું કે નેહાના ગેરવર્તાવને કારણે તેમના પર સિડની અને મેલબોરનમાં પરફોર્મન્સીસ યોજવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.




