રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની સફાઈ માટે કોઇપણ સંજોગોમાં કામદાર/વ્યકિતને મેનહોલ કે વેટવેલમાં ઉતારી કરાવવામાં આવતી નથી પરંતુ સાવચેતી અને તકેદારી માટે આવી સફાઈની કામગીરી કરતા પહેલા અને સફાઈ દરમિયાન થતા અકસ્માત રોકવા માટે આજે તા.૨૭/૦૮/૨૦૨૧ ના રોજ ડ્રેનેજ સફાઈ માટેના સુરક્ષાના અત્યાધુનિક સાધનોના ઉપયોગ વિશે સફાઈ કર્મચારીઓ અને સેનેટરી ઇન્સ્પેકટરો માટે બીજા તબક્કાની તાલીમ યોજાઈ હતી. આ ટ્રેનીંગ દરમિયાન ડ્રેનેજ સમિતિ ચેરમેન, હિરેનભાઈ એલ. ખીમાણીયા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર, અશોક.જી પરમાર, કે.એલ.જોશી, મદદનીશ ઈજનેર, રાજેષ રાઠોડ એ.કે ડાંગર, ડી.બી.મોરી, જે.એમ ગેડિયા, અને વી.એમ ઉમરાણીયા, અને સેનેટરી ઇન્સ્પેકટર, આનંદ શુકલા, એસ.વી પઢિયાર અને જે.આર ત્રિવેદી હાજર રહેલ હતા.

- Advertisement -
રાજકોટ શહેરમાં અંદાજે ૧૨૦૦ કી.મી. લાંબી અન્ડર ગ્રાઉન્ડ મેઈન સીવરેજ લાઈન પથરાયેલી છે, આ લાઈન પર નિશ્ચિત અંતર પર મેન-હોલ અને હાઉસ ચેમ્બર આવેલા છે, જેમાં સિલ્ટ એકઠી થાય છે અને આ સિલ્ટ જમા થવાને કારણે ઘણા કિસ્સાઓમાં તેમાં સીવેજ ભરાઈ રહે છે, જેની સફાઈ માટે મિકેનિકલ મશીનરી વસાવવામાં આવેલ છે, જેનો ઉપયોગ કરી આ અન્ડર ગ્રાઉન્ડ સીવરેજ લાઈન, મેન-હોલ અને હાઉસ ચેમ્બરની સફાઈ કોન્ટ્રાક્ટર મારફતે કરાવવામાં આવે છે અને આજ પ્રકારે ડ્રેનેજ પંમ્પીંગ સ્ટેશનો પરના વેટવેલમાં પણ સીવેજ ભરાઈ રહેતું હોઈ ચેમ્બરો અને વેટવેલમાં ઘર ઘથ્થું અને ઉદ્યોગિક સીવેજનાં ડીકમ્પોઝીશનનાં કારણે તેમાં Toxic(ઝેરી) and Non Toxic Sewer Gas ઉત્પન થતા હોય છે.

આ Sewer Gas માં Hydrogen Sulfide, Ammonia, Methane, Esters, Carbon Monoxide, Sulfur Dioxide અને Nitrogen Oxides નો સમાવેશ થતો હોય છે, આ બધા ગેસ જીવલેણ હોય છે, મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની સફાઈ માટે કોઇપણ સંજોગોમાં કામદાર/વ્યકિતને મેનહોલ કે વેટવેલમાં ઉતારી કરાવવામાં આવતી નથી પરંતુ સાવચેતી અને તકેદારી માટે આવી સફાઈની કામગીરી કરતા પહેલા અને સફાઈ દરમિયાન થતા અકસ્માત રોકવા માટે તેમાં રહેલ Toxic(ઝેરી) and Non-Toxic Sewer Gasને ચેક કરવાં, ચેમ્બર્સની તપાસ કરવા ડ્રેનેજ શાખા દ્વારા સુરક્ષાના અત્યાધુનિક સાધનો વસાવવામાં આવેલા છે, જે The Prohibition of Employment as Manual scavengers and their Rehabilitation rules-2013 નાં અમલવારી અને કેન્દ્ર સરકારના Ministry of Housing and Urban Affairs ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય લેવલની “SAFAIMITRA SURAKSHA CHALLENGE” કોમ્પિટિશનમાં રાજકોટ શહેર ભાગ લઈ રહયું છે.
- Advertisement -
આ સાધનોનાં ઉપયોગ, જાણવણી, સંગ્રહ માટે શહેરની ભૂગર્ભ લાઈન ની સફાઈ કામદારો તેઓના સેનેટરી ઇન્સ્પેકટર અને સફાઈ સાથે સીધી રીતે સંકળાયેલ Informal કામદારો માટે બીજા ફેઇઝની ટ્રેનીંગ નું તા.૨૭/૦૮/૨૦૨૧નાં રોજ બેડીનાકા પમ્પીંગ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં Dragger કંપનીના સર્ટીફાઇડ ટ્રેનર પ્રદીપસિંહ જાડેજા દ્વારા અંદાજે ૭૬ કામદારો અને કર્મચારીઓને આ સુરક્ષામાં સાધનોનાં ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી આપી તેનું ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવેલ હતું.



