વાદળો ઘેરાતા મહદ અંશે ટાઢક: મિશ્ર વાતાવરણ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ શહેર સહીત સોરઠ પંથકમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં વધઘટ જોવા મળી રહી છે જયારે આજે સવારથી ઢાબરછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને આકાશ વાદળોથી છવાયું હતું વાદળછાયાં વાતાવરણના લીધે મહદઅંશે ટાઢકે જોવા મળી હતી જયારે ફરી સૂર્ય નારાયણનો પ્રકોપ થતા બપોરના સમયે ફરી ગરમીથી શહેરીજનો શેકાયા હતા આમ છેલ્લા બે દિવસમાં તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે.
- Advertisement -
જો કે હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં હવામાનમાં પલટો આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.જયારે ગત રોજ 40 ડિગ્રી પારો ઉંચકતા ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો જયારે આજે સવારથી આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ક્યારેક સૂર્ય નારાયણના દર્શન થતા તો ક્યારેક વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને બપોરે ફરી ગરમી જોવા મળી આમ આજે મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું.



