આઠમના દિવસે 12:30 કલાકે હવનમાં બીડું હોમાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ ગિરનાર રોડ પર અતિપ્રાચીન શ્રી વાઘેશ્વરી માતાજી મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ માતાજીના ચૈત્રી નોરતા તા: 30/3/2025 રવિવાર થી તા:06/4/2025 રવિવાર દરમ્યાન ઉજવાશે.માતાજી ના ચૈત્રી નોરતા દરમ્યાન દરરોજ સાંજે 7:30 થી 9:00 વાગ્યા સુધી મંદિરમાં માઈભક્તો દ્વારા બેઠા ગરબા ગવાય છે જેનો માઇભક્તોએ લાભ લેવો.
- Advertisement -
તા- 30/3/2025 રવિવારના રોજ આપણા જૂનાગઢ ના પ્રતિષ્ઠિત કલાકાર માઈભક્ત શ્રી રાજુભાઈ ભટ્ટ, નીરુબેન દવે તથા અવધ ભટ્ટ સાથી કલાકારો દ્વારા માતાજીના બેઠા ગરબા “ગુંજે ગુંજે ગૌરવ ના ગુંજાર” ગરબા નું આયોજન સાંજે 5:30 થી 8:30 સુધી રાખેલ છે જેનો માઇભક્તો એ લાભ લેવો. માતાજીના ચૈત્રી નોરતા ની આઠમ તા.5/4/2025 શનિવારના રોજ સવારે 8:30 વાગ્યાથી યજ્ઞનો કાર્યક્રમ રાખેલ છે, જેનું બીડું હોમવાનો સમય બપોરે 12:30 વાગ્યે રહેશે. ચૈત્રી નોરતા દરમ્યાન મંદિરે દર્શન નો સમય સવારે 5:00 કલાકે થી રાત્રીના 10:00 વાગ્યા સુધી રહેશે. મંગળા આરતી સવારે 7:15 મિનિટે, શૃંગાર આરતી સવારે 8:15 મિનિટે અને શયન આરતી સાંજે 7:15 મિનિટે રહેશે તેમજ બપોરે 1:00 થી 3:00 વાગ્યા સુધી મંદિરે માતાજી ના દર્શન બંધ રહેશે. તેજ રીતે ઉપલા વાઘેશ્વરી માતાજી મંદિરે મંગળા આરતી સવારે 7:30 વાગ્યે, શૃંગાર આરતી સવારે 8:30 વાગ્યે તેમજ શયન આરતી સાંજે 7:00 વાગ્યે થશે. તો આ દરેક કાર્યક્રમ તેમાં દર્શન નો લાભ લેવા શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રષ્ટીઓ મુકેશભાઈ રાજપરા, રમીલાબેન વેડીયા અને વિજયભાઈ કીકાણી આમંત્રણ પાઠવે છે.



