વિશ્વભરના હિન્દુઓના આરાધ્ય દેવ પૂર્ણ પુરૂષોતમ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસને અનુલક્ષીને ઉજવાતા જન્માષ્ટમીના તહેવાર નિમિતે નગરજનોને શુભેચ્છા પાઠવતા મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે. મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા જણાવે છે કે, સમગ્ર સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટમાં લોકો જન્માષ્ટમીના તહેવાર ખૂબજ ઉત્સાહ અને આનંદથી માણે છે.


- Advertisement -
ત્યારે આ તકે પદાધિકારીઓએ જણાવેલ કે, સૌ સહપરિવાર આ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરે, પરંતુ કોરોના પુરેપુરો નાબુદ થયો નથી જેથી ફરવા નીકળતા સમયે પોતાની તથા પોતાના પરિવારના આરોગ્ય અને સલામતી અર્થે માસ્ક પહેરવું સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું વિગેરે જેવી કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું. હાલ કોરોના મહામારી ધ્યાને લઈ ભીડભાડવાળી જગ્યાઓએ જવાનું ટાળે તેમજ નાના બાળકોની ખાસ તકેદારી રાખે.

ફરીને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ શહેરના તમામ નગરજનોને જન્માષ્ટમીની ખુબ ખૂબ શુભેચ્છા પાઠવેલ
- Advertisement -



