મિતેશભાઈ ઠક્કર જરૂરિયાતમંદોનો હોસ્પિટલ ખર્ચ નિ:સ્વાર્થ નિભાવી રહ્યા છે
ખાસ-ખબર ન્યૂઝ હારીજ
જાસ્કા ગામના દેવીપૂજક પરિવારના 7 વર્ષના બાળકનું ગાડીની ટક્કર વાગત હેમરેજ થયું હતું. મજૂરી કામ કરતા પરિવારજનો પાસે બાળકની સારવાર ખર્ચના પૈસ્સા ન હોવાથી જીવ જોખમમાં મુકાયો હતો. જેનો મેસેજ સોશિયલ મીડિયા દ્વારા હારીજ રળિયામણું ગ્રુપમાં સેવાભાવી યુવાને ફોરવર્ડ કરતા વઢિયાર પંથકના ભામાશા જલિયાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કરે તાત્કાલિક તેમની ટિમને હોસ્પિટલમાં મોકલી સારવારનો તમામ ખર્ચ ઉઠાવી માનવધર્મ નિભાવ્યો હતો. બાળકના માતાપિતા સહયોગ આપનાર જલિયાણ પરિવારને ત્યાં પહોંચી આભાર વ્યક્ત કર્યો હતો. અગાઉ પણ ગ્રૂપ માધ્યમ દ્વારા બે યુવાનો જેઓને હોસ્પિટલમાં સારવાર દરમિયાન નાણાંની જરૂરિયાત જણાતા જલિયાણ પરિવારના ભામાશા મિતેશભાઈ ઠકકર દ્વારા જરૂરિયાતવાળા પરિવારનો સંપર્ક કરી હોસ્પિટલમાં તેમની ટિમ મોકલી સારવારનો તમામ ખર્ચ ઉઠાવી યુવાનોને મદદ કરી એક માનવધર્મ નિભાવ્યો હતો.



