ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલના સુચના અનુસાર તથા રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લા ભાજપા લઘુમતી મોરચાની પ્રથમ પરિચય બેઠકમાં રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી ઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા તેમજ ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના ઉપાધ્યક્ષ હામીદભાઈ ગોડીલ, પ્રદેશ લઘુમતી મોરચાના પ્રભારી હારૂનભાઈ શાહમદાર, રાજકોટ જીલ્લા લઘુમતી મોરચાના પ્રભારી નીલેશભાઈ દોશી, લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદીનભાઈ ફોગ, મહામંત્રીઓ સલીમભાઈ પતાણી, અસલમભાઈ મલેક, ઉપપ્રમુખ જમાલભાઈ જુણેજા, નહેરુદીનભાઈ સપ્પા, મંત્રી સુનેહરાબેન ઘાંચી, જીલ્લા પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ સહીતના લઘુમતી મોરચાના તમામ તાલુકાના હોદેદારો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રથમ પરિચય બેઠકને સંબોધતા ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના પ્રભારી હારુનભાઈ શાહમદારએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં લઘુમતી વર્ગના લોકોના સર્વાંગીણ વિકાસને ધ્યાનમાં રાખી તેમના આર્થિક કલ્યાણ, શિક્ષણ અને પ્રગતી માટે સતત કટિબદ્ધ બની લઘુમતીઓ માટે અનેક જનહિતલક્ષી યોજનાઓ અમલમાં મુકીને તેનો ત્વરિત લાભ લઘુમતીઓને મળી રહે તે માટે સતત ચિંતિત હોય છે. કોંગ્રેસ સરકારે હંમેશા લઘુમતીઓનો વોટબેંકની રાજનીતિ તરીકે જ ઉપયોગ કર્યો છે.
- Advertisement -
આ તકે લઘુમતી મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ હામીદભાઈ ગોડીલએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મંત્ર છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ સાથે વિકાસની રાજનીતિને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આગળ ધપાવીને સર્વ પોષક, સર્વ સમાવેશક અને સર્વગ્રાહી આયોજન દ્વારા વિકાસના ફળ તમામ સમાજને પહોચે તે દિશામાં ગુજરાતે પરિણામલક્ષી કાર્ય કર્યું છે.
રાજકોટ જીલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદીનભાઈ ફોગએ લઘુમતી સમાજના ઉત્કર્ષ માટે થઈ સરકાર એ અનેકવિધ જનહિતલક્ષી યોજનાઓ જાહેર કરી છે. જેમાં ખાસ કરીને સામાજીક તેમજ શૈક્ષણિક, હાઉસિંગ લોન, સ્વરોજગાર માટે નાના ટુલ્સ-કીટ સ્વરૂપે સહાય, સ્વરોજગારી માટે સાધન સહાય જેવી અનેકવિધ યોજનાઓ થકી લઘુમતીઓનો આર્થિક રીતે વિકાસ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોઈપણ જાતના ભેદભાવને સ્થાન નથી. સમાજના દરેક વર્ગ વચ્ચે સુલેહ અને સંપથી સૌના વિકાસના સાચા અર્થમાં સાકાર કર્યું છે.
આ તકે રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએ લઘુમતી મોરચાના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે, કોંગ્રેસ નકારાત્મક રાજનીતિ થકી દેશના મુસ્લિમોને ગેરમાર્ગે દોરી રહી છે.કોંગ્રેસના શાસનમાં મુસ્લિમોને વોટની રાજનીતિ નજરે જ જોતા હતા. જયારે ભાજપે તમામ સમાજને સાથે રાખીને સમાજ અને દેશનો વિકાસ કર્યો છે. આ તકે સંગઠનાત્મક માહિતી ઉપરાંત લઘુમતી મોરચાના તમામ કાર્યકર્તાઓએ તાલુકા મંડલ સ્તર સુધી પેઇઝ કમિટી, નમો એપ ડાઉનલોડ, સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન, રસીકરણ જાગૃતિ, સોશ્યલ મીડિયામાં ભાજપ સરકારની સિદ્ધિઓ સહીત પ્રચાર-પ્રસાર કરવા અનુરોધ કર્યો હતો.
- Advertisement -
વધુમાં તેઓએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં ગુજરાત દિવ્ય અને ભવ્ય બન્યું છે. પ્રત્યેક ગુજરાતી પારદર્શક સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ ગુજરાતની વિકાસયાત્રામાં લઘુમતી સમાજ જોડાયો છે. જેનો સર્વે લઘુમતીઓ ગૌરવ અનુભવી રહ્યો છે. આવનારી ૨૦૨૨ની ચૂંટણીમાં લઘુમતી સમાજ ભાજપાને પડખે રહીને ગુજરાતને વિકાસની ઉંચાઇ સર કરવા તેમનો સિંહ ફાળો રહે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ તકે રાજકોટ જીલ્લા લઘુમતી મોરચાના મંત્રી સુનેહરાબેન ઘાંચીએ લઘુમતી સમાજને સરકાર તરફથી મળતી તમામ સહાય અને તેના અંગેની વિસ્તૃતમાં માહિતી આપી હતી.
રાજકોટ જીલ્લાના પ્રભારી નીલેશભાઈ દોશીએ ઉપસ્થિત પ્રદેશ હોદેદારો તથા ઉપસ્થિત તમામ હોદેદારો, કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે, કોરોનાની મહામારીમાં સરકાર તેમજ સર્વે સમાજની સાથે લઘુમતી સમાજએ કોરોનાની મહામારીમાં કોરોના વોરીયર્સ તરીકે કરેલી સારી કામગીરીની પ્રશંસા કરી હતી.
બેઠકની વ્યવસ્થા જીલ્લા કાર્યાલય પ્રભારી અલ્પેશભાઈ અગ્રાવત, સહ-કાર્યાલયમંત્રી વિવેક સાતા, કિશોર ચાવડા, રોહિલ દોઢીયા સહીતનાએ સંભાળી હતી.



