ચોકનું નવું નામ શ્રી બેચરભા પરમાર રખાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકાની તાજેતરમાં યોજાયેલ સામાન્ય સભામાં કુવાડવા રોડ પર ડી માર્ટ વાળા ચોકનુ નામકરણ ક્ષત્રિય રાજપૂત શ્રી બેચરભા પરમાર ચોક કરવાની દરખાસ્ત મંજૂર થતા રાજકોટ મહાનગર પાલિકાનો પરમાર રાજપૂત પરિવાર દ્વારા આભાર માનવામાં આવે છે. રાજપૂત સમાજ સામાજિક અગ્રણી તથા સમાજ શ્રેષ્ઠી દાતા શ્રી બેચરભા પરમાર સર્વ સમાજ સાથે જોડાયેલ વ્યક્તી હતા બધા સમાજમાં સારી લોકચાહના ધરાવનાર મિલનસાર સ્વભાવના વ્યક્તી હતા અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ હતા રાજકોટ ખાતે એમની ધંધો અને ઓફીસ પણ આ ડિ માર્ટ વાળા ચોકમાં જ હતી એમની કાયમી કર્મભૂમિ ખાતે એમના ચોકનુ નામકરણ થયુ એ ખુબજ સારી બાબત છે આના દ્વારા એક સામાજિક સમરસતાનો સમાજમાં સંદેશ જશે.
- Advertisement -
આ નામકરણ બદલ મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર, સમાજ કલ્યાણ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા(ટિકુભા), શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, પૂર્વ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા, કોર્પોરેટર દિલીપભાઈ લુણાગરિયા, રસીલાબેન સાકરીયા તથા હાર્દીકભાઈ ગોહેલ, વોર્ડનં 4 પ્રમુખ પરેશભાઈ લીંબાસીયા, પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, સ્ટેન્ડિંગ કમિટી સભ્યો, સર્વે કોર્પોરેટરો તથા આ કાર્યમાં સાથ સહકાર આપનાર બધાનો આભાર ચંદુભા બેચરભા પરમાર, હરિશસિંહ બેચરભા પરમાર, દર્શનસિંહ ચંદુભા પરમાર તથા પરમાર પરિવાર સહૃદય ખૂબ ખૂબ આભાર માને છે.



