હાઇવે પરની નાગરાજ અને ખુશ્બુ હોટલ પર ચોટીલા પ્રાંતનો દરોડો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
ચોટીલા રાજકોટ હાઈવે પર ખડકાયેલી હોટલોમાં મોટાભાગે કેમિકલ ચોરી, ડીઝલ ચોરી, લોખંડ ચોરી અને વિદેશી દારૂનું કટીંગ જેવા અસામાજિક પ્રવૃતિઓ ચાલી રહી છે તેવામાં હાલમાં જ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ત્રણ દિવસ અગાઉ જ બે હોટલ પર દરોડા કરી હોટલને આડમાં ચાલતા બાયોડીઝલ વેચાણનો કારોબાર ઝડપી લીધો હતો તેવામાં ફરી એક વખત ચોટીલા રાજકોટ હાઈવે પર આવેલી નાગરાજ હોટલ અને ખુશ્બુ હોટલ પર પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા દરોડો કરી સર્ચ હાથ ધર્યું હતું જે દરમિયાન નાગરાજ હોટલમાંથી ચાર હજાર લિટર અને ખુશ્બુ હોટલમાંથી એક હજાર લિટર શંકાસ્પદ પેટ્રોલિયમ પ્રવાહી તથા અંગ મુદામાલ સહિત કુલ કિંમત 5.65 લાખ રૂપિયાનો મુદામાલ ઝડપી લીધો હતો આ સાથે ખુશ્બુ હોટલમાં આ જ્વલનશીલ પ્રવાહી રાખવા માટે ચોરખાનું બનાવવામાં આવ્યું હતું જે ચોરખાનું રસોડાના પ્લેટફોર્મ નીચે બનાવી બાંધકામ કર્યું હતું જેથી પ્રથમ નજરે જોતા હોટલનું રસોડું હોવાનું ધ્યાને આવતું હતું તેવામાં આ પ્રકારે જ્વલનશીલ પ્રવાહીને ગેરકાયદેસર સંગ્રહ કરવા માટે યુક્તિ અપનાવતા ખુશ્બુ હોટલના માલિક જોરુભાઈ ભોજભાઈ ધાધલ રહે: ખેરડી તથા નાગરાજ હોટલના માલિક યુવરાજભાઇ કનુભાઈ ધાધલ રહે: ખેરડી વાળા વિરુધ્ધ ધી એક્સપ્લોઝિવ એક્ટ-2008, આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ 1955, વેપારીઓનું નિયમન કરવા બાબત હુકમ-1977, એમ એસ એન્ડ એચ એસ ડી કંટ્રોલ ઓર્ડર-2005, પેટ્રોલિયમ રૂલ્સ-2002, પેટ્રોલિયમ એક્ટ- 1934, ફાયર સેફટી એક્ટ-2013, સોલ્વન્ટ રેપીનેન્ટ એન્ડ સ્લોપ ઓર્ડર-2000, ગુજરાત ફાયર પ્રીવેન્શન ઓફ લાઇફ સેફ્ટી મેજર એક્ટ-2013 ના ભંગ બદલ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરી છે



