ભાજપના કોર્પોરેટરોએ આરોગ્યના પ્રશ્ર્ને તડાપીટ બોલાવી
26 પ્રશ્ર્ન સાથે બોર્ડની પૂર્ણાહુતિ, શાસક-વિપક્ષના કોર્પોરેટરો વચ્ચે બઘડાટી બોલી ગઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં આજે ભારે તડાફડી બોલી હતી. જેમાં વિપક્ષનાં નેતા ફાયરનો બાટલો લઈને પહોંચતા અટકવાયા હતા, બાટલો લઈ લેવામાં આવ્યો હતો. બાદમાં ચાલુ જનરલ બોર્ડમાં વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ એટલાન્ટિસ અગ્નિકાંડ સહિત મુદ્દે હોબાળો કરતા શાસક અને વિપક્ષનાં કોર્પોરેટરો વચ્ચે તડાફડીનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ, વીનુંભાઈ ધવા સહિતનાં વચ્ચે તડાફડી બાદ બોર્ડનાં અધ્યક્ષ અને મેયર નયનાબેન પેઢડીયાએ વિપક્ષ નેતાને બેસાડી દીધા હતા. જોકે પ્રથમવાર બોર્ડમાં ભાજપના કોર્પોરેટર વીનુભાઈ ધવાએ આરોગ્ય કેન્દ્રો અને અન્ય કોર્પોરેટર જીતુભાઇ કાટોળીયાએ પણ આયુષ્યમાન કાર્ડ સહિતના સવાલો ઉઠાવ્યા હતા. જોકે ભાજપનાં કોર્પોરેટર નેહલ શુક્લએ પૂછેલા સવાલો અંગે આ બોર્ડ દરમિયાન ચર્ચા કરવામાં આવી નહોતી. તેનો લેખિત જવાબ ટૂંક સમયમાં આપી દેવામાં આવશે. ત્યારે મનપાનાં વહીવટની પોલ ખુલશે.
પ્રાપ્ત વિગત મુજબ આજે જનરલ બોર્ડ શરૂ થાય તે પહેલાં વિપક્ષ નેતા વશરામ સાગઠીયા ફાયરનો બાટલો લઈ જનરલ બોર્ડમાં પહોંચ્યા હતા. જેને પગલે તેમને અટકાવી બાટલો લઈ લેવામાં આવ્યો હતો. આ મામલે સાગઠીયાએ જણાવ્યું કે, જનરલ બોર્ડની અંદર આગ લાગે તો શું કરવું? માટે હું આ ફાયરનો બાટલો લઈને આવ્યો હતો. મનપા પોતાના જ ફાયર એનઓસી અને ફાયરના સેફ્ટી નિયમોમાં ઉણી ઊતરી છે. શહેરમાં એટલાન્ટિસ આગ દુર્ઘટનામાં ત્રણ લોકો ત્રણ નિર્દોષ લોકોના મૃત્યુ નીપજ્યા છતાં તંત્ર દ્વારા તપાસના નાટક કરવામાં આવી રહ્યા છે. આટલી મોટી દુર્ઘટનામાં કોઈ પ્રકારની હજુ સુધી કોઈની સામે ફરિયાદ નોંધાય નથી કે કોઈની સામે હજુ સુધી કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
જનરલ બોર્ડમાં પણ મેં એટલાન્ટિસ અગ્નિકાંડ મામલે ચર્ચા કરવાનું કહ્યું હતું. છતાં મને બોલવા દેવામાં આવ્યો નથી. જોકે સૌથી સારી બાબત એ છે કે, હવે ભાજપના નેતાઓનો આત્મા જાગી રહ્યો હોય તેમ આજે બોર્ડમાં ભાજપના નેતાઓએ પણ આરોગ્ય વિભાગની કામગીરી અને આયુષ્યમાન કાર્ડ સહિતના પ્રશ્નો ઉઠાવ્યા છે. જોકે તેમને પણ પ્રશ્નોનો જવાબ આપવામાં આવ્યો નથી. તો અમને તો ક્યાંથી આપવામાં આવશે. મનપા તંત્ર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યું છે. શહેરમાં મચ્છરોનો અનહદ ત્રાસ છે. ત્યારે ડ્રોનના નાટક કરવામાં આવી રહ્યા છે મચ્છરોનો પ્રશ્ન જનરલ બોર્ડમાં ઉઠાવતા વશરામભાઈ સાગઠીયાની સામે શાસક પક્ષના લોકોએ તેમના સવાલ સામે બઘડાટી બોલાવી હતી.
જનરલ બોર્ડનાં અધ્યક્ષ નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, જનરલ બોર્ડમાં એક પ્રશ્ર્નનો જવાબ અપાતો હોય ત્યારે બીજા કોઈપણ સભ્યએ વચ્ચે બોલવું ન જોઈએ. પણ વિપક્ષનાં નગરસેવકો મીડિયામાં ફોટા પડાવવા માટે આવું કરતા હોય છે. શાસક પક્ષનાં કોર્પોરેટરો વીનું ધવા અને જીતુ કાટોળીયાએ ઉઠાવેલા પ્રશ્ર્નોની ઝીણવટભરી તપાસ કરવાની ખાતરી તેમણે આપી હતી. તેમજ બોર્ડ દરમિયાન માત્ર એક જ પ્રશ્ર્નની ચર્ચા થઈ હોવાનો પણ સ્વીકાર કર્યો હતો. જોકે બોર્ડ માટે કેટલા કોર્પોરેટરોએ કેટલા પ્રશ્ન પૂછ્યા તેથી અજાણ હોય તેમ ન્યુઝ પેપરમાં અગાઉ માહિતી આપી છે જોઈ લો. તેવો જવાબ પણ આપ્યો હતો. બોર્ડના અધ્યક્ષ હોવા છતાં મેયરે પર્સનલ ઙઅ પાસે પ્રશ્નોની વિગતો મંગાવવી પડી હતી. જેને લઈ વિપક્ષ નેતા વસરામ સાગઠિયાએ કહ્યું,પ્રથમ વખત મેયર ચેમ્બરમાં કોર્પોરેટરોની આજે સંકલન બેઠક મળી હતી. છતાં મેયરને ખબર ન હોય તે યોગ્ય નથી.
વશરામ સાગઠિયા ફાયરનો બાટલો લઇ પહોંચ્યા!
જનરલ બોર્ડ શરૂ થાય તે પહેલાં વિપક્ષ નેતા વશરામ સાગઠીયા ફાયરનો બાટલો લઈ જનરલ બોર્ડમાં પહોંચ્યા હતા. જેને પગલે તેમને અટકાવી બાટલો લઈ લેવામાં આવ્યો હતો. આ મામલે સાગઠીયાએ જણાવ્યું કે, જનરલ બોર્ડની અંદર આગ લાગે તો શું કરવું? માટે હું આ ફાયરનો બાટલો લઈને આવ્યો હતો. મનપા પોતાના જ ફાયર એનઓસી અને ફાયરના સેફ્ટી નિયમોમાં ઉણી ઊતરી છે. શહેરમાં એટલાન્ટિસ આગ દુર્ઘટનામાં ત્રણ લોકો ત્રણ નિર્દોષ લોકોના મૃત્યુ નીપજ્યા છતાં તંત્ર દ્વારા તપાસના નાટક કરવામાં આવી રહ્યા છે અને કોઈ કાર્યવાહી ન થઇ હોય તેમ જણાવી નારાજગી વ્યક્ત કરી હતી.