ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
500 સાઈકલની ભેટ વિદ્યાર્થીઓને મીનું જસદનવાલા દ્વારા ચાલતા મીનું’ઝ મિશન 1,000 તરફ થી તા.21/01/2023 ના રોજ આ મીનુંઝ મિશન 1,000 ની શરૂઆત થઈ હતી. ગરીબ પરિવારના જરૂરમંદ બાળકો સાઈકલ મળવા થી રાજી થતાં નિશાળે જવા લાગ્યા છે. આ અભિયાન અંતર્ગત મિત્રો દાતાઓ સ્નેહીઓએ ભરપૂર મદદ અને પ્રેમ આપ્યો છે. મીનું જસદણવાલા એ આજ તા. 27/02/2025 ના રોજ સુધી કુલ 500 સાઈકલ અર્પણ કરેલ છે અને અભિયાન ધીરે ધીરે તેના મિશન સુધી ગતિ કરી રહ્યું છે. સૌની શુભેચ્છા સાથે સૌનો આભાર માનેલ છે. આ અભિયાન માટે જો કોઈ બિનજરૂરી, નવી – જૂની સાઈકલ આ મિશનને અર્પણ કરવી હોય તો મીનું જસદણવાલા (મો. 9228 191919) નો સંપર્ક કરવા જણાવવા માં આવ્યું છે. સાઈકલ જો ચાલુ કંડીશનમાં નહીં હોય તો તેઓ દ્વારા રીપેર કરાવી નાખવામાં આવશે. સાઇકલ મિશનના પોસ્ટર તમારી વર્કપ્લેસ પર લગાવી સહભાગી બની શકો છો. કોઈ પણ પ્રશ્ન હોઈ તો મીનુ’ઝ મિશન 1,000 ટિમ આવીને મિશન ઉપર ચર્ચા પણ કરશે. સહભાગી બનવા માટે તેમણે નમ્ર વિનંતી કરી છે.



