કેનાલના ભંગાણના કારણે પાણી નજીકના ખેતરોમાં, ખેડૂતોને ભારે નુકસાન થવાની સંભાવના
સુરતમાં માંડવીના ઉશ્કેર નજીક આવેલી કેનાલમાં મોટું ભંગાણ થયું છે. કેનાલના ભંગાણના કારણે પાણી નજીકના ખેતરોમાં પહોંચી ગયાં છે. જેનાથી ખેડૂતોને ભારે નુકસાન થવાની સંભાવના છે. હાલ સિવાય સિંચાઈ અધિકારીઓ હાલ ઘટનાસ્થળે પહોંચી ગયાં છે. જોકે, હજુ સુધી પાણીનો પ્રવાહ બંધ થતાં કલાકોનો સમય લાગી શકે છે. પાણીનો પ્રવાહ રોકાઈ નથી રહ્યો ત્યારે ખેડૂતોને પાકને નુકસાન થવાનો ભય છે. નોંધનીય છે કે, આ અગાઉ પણ આ કેનાલમાં ભંગાણ થયું હતું. જેના કારણે કેનાલના સમારકામમાં ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
- Advertisement -
બે દિવસ સુધી ચાલશે સમારકામ
ખેડૂતોને ભારે નુકસાન
નોંધનીય છે કે, હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ટૂંક સમયમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થશે. એવા સમયે કેનાલમાં ભંગાણ થવાના કારણે પાણીનો વેડફાડ થઈ રહ્યો છે. જોકે, તંત્રના ભ્રષ્ટાચારના ભોગે ખેડૂતોને નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.