મહિલાના રસના ચિચોડે બેસવા આવતાં માથાકૂટ થયા બાદ ઘરમાં ઘુસી માર માર્યો
મહિલાને સારવારમાં અર્થે રાજકોટ ખસેડાઈ: ભાડલા પોલીસમાં નોંધાઈ ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જસદણના વેરાવળમાં મહિલા પર કૌટુંબિક જેઠે લાકડી અને પાઈપથી હિંચકારો હુમલો કરતાં મહિલાને સારવારમાં રાજકોટ ખસેડાઈ હતી. બનાવ અંગે ભાડલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે જસદણના વેરાવળ (ભા)ગામે રહેતાં મીરાબેન ભાવેશભાઇ ગોવાણી ઉ.29એ વિસા બીજલ ગોવાણી, રાયધન બીજલ ગોવાણી સામે ભાડલા પોલીસે બીએનએસ એક્ટ 117(2), 118(1), 352, 54 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ફરીયાદમાં જણાવ્યું હતું કે ગઇ તા.02 ના સાંજના છ વાગ્યાની આસપાસ વેરાવર(ભા) ગામે રાણીંગપર જવાના રસ્તે સ્કુલ સામે આવેલ નવા મકાને ગઇ ત્યારે ત્યા કુટુંબી જેઠ વીસા ગોવાણી નવા મકાનની આગળ આવેલ શેરડીના રસ કાઢવાના ચિચોડાના ઓટે બેઠા હતા. જેથી તેમની પાસે જઈને કહેલ કે, તમને અમારા ઘરે આવવાની ના પાડેલ છે તેમ છતા કેમ અમારા ચિચોડે બેઠા છો અને ગામમાં મારા ચારીત્ર વિશે નબળી વાતો કરો છો તેમ કહી ચિચોડાની બાજુમાં આરોપીએ બાઈક રાખેલ હતુ તેનો મોરો લાકડીથી તોડી નાખેલ હતો.
દરમિયાન ફરિયાદીના અન્ય કુટુંબી જેઠ ભરતભાઈ ગોવાણી ત્યા આવેલ અને કહેલ કે, બંન્ને બોલાચાલી ન કરો પોત પોતાના ઘરે જતા રહો જેથી આરોપી તેનું બાઈક લઈને જતો રહેલ હતો. બાદમાં મહિલા તેનો પતિ ભાવેશ ગામમા અંદર આવેલ જુના મકાને રાત્રે સુતા હતા ત્યારે નવેક વાગ્યાની આસપાસ મકાનનો ડેલો કોઇએ ખખડાવેલ જેથી તેણીએ ડેલો ખોલીને જોયું તો કુટુંબી જેઠ વિસા ગોવાણી તેના ભાઈ રાયધન ગોવાણી લાકડી અને પાઇપ લઈને આવેલ હતા બંન્ને ભાઈ ગાળો આપી કહેવા લાગેલ કે, કેમ તે અમારા બાઈકનો મોરો તોડી નાખેલ ચિચોડાએ તો અમે બેસવાના તારે થાય તે કરી લેવુ તેમ કહી લાકડીનો એક ઘા માથામાં ઝીંકો દિધો હતો. તેમજ રાયધન ગોવાણીએ પાઈપનો ઘા માર્યો હતો ઉપરાંત બંન્ને ભાઈ ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતાં મહિલાએ દેકારો કરતા તેણીના પતિ દોડી આવી તેણીને છોડાવેલ હતી. બાદમાં ફરિયાદીને ઇજાગ્રસ્ત હાલતમાં 108 મારફત રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડેલ હતાં બનાવ અંગેની ફરીયાદ પરથી ભાડલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.