જે રામજી કી ગ્રુપ દ્વારા છેલ્લા ચાર વર્ષથી ચાલતો સેવા યજ્ઞ
ખાસ-ખબર ન્યૂઝ ઉપલેટા
છેલ્લા 27 વર્ષથી અમદાવાદના ધોળકાથી દેવભૂમિ દ્વારકા જઈ રહેલ પદયાત્રીઓના સંઘનું રાજકોટ જીલ્લાના ઉપલેટામાં આગમન થતાં આ પંથકના સેવકો દ્વારા માનવતા ભર્યું કાર્ય કરીને સંઘમાં ચાલીને જઈ રહેલ પદયાત્રીઓ માટે વિશેષ માનવસેવા પૂરી પાડવામાં આવી હતી. જેને લઈને પદયાત્રીઓમાં પણ લાગણીનો માહોલ જોવા મળ્યો હતો. ઉપલેટાના સેવકો દ્વારા ધોળકાથી લઈને દ્વારકા સુધી પદયાત્રા કરનાર ભક્તો, શ્રદ્ધાળુઓ માટે સેવકો અને આગેવાનો દ્વારા ખાસ વ્યવસ્થા કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સંઘ માટે વિશે સેવા પૂરી પાડી છે, જેમાં છેલ્લા 27 વર્ષથી શ્રદ્ધાળુઓ દ્વારા અમદાવાદ જીલ્લાના ધોળકાથી લઈને દ્વારકા સુધીની હોળીના ઉત્સવ નિમિત્તે ખાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ પદયાત્રાની અંદર બહોળી સંખ્યામાં ભક્તો, શ્રદ્ધાળુઓ ધોળકાથી લઈને દ્વારકા સુધીની પદયાત્રાઓ કરે છે અને આ યાત્રાની અંદર શ્રદ્ધાળુઓનું સંઘ દ્વારકા પહોંચી ઉત્સવની ઉજવણી કરે છે. આ સેવામાં જોડાનાર જે રામજી કી ગ્રુપના રમેશ બારૈયા દ્વારા જણાવ્યું છે કે, છેલ્લા ચાર વર્ષથી ધોળકાથી દ્વારકા પદયાત્રા કરીને જતા સંઘ માટે તેમના દ્વારા કોઈને કોઈ સેવા અને સુવિધાઓ આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે આ પદયાત્રીઓના સંઘ માટે વરિયાળી શરબતની વ્યવસ્થા કરી હતી. પદયાત્રી દ્વારા જણાવ્યું હતું કે, આ સંઘ છેલ્લા 27 વર્ષથી આસ્થા અને શ્રદ્ધા સાથે પદયાત્રા કરે છે જેમાં ધોળકાથી લઈને દ્વારકા સુધી શ્રદ્ધાળુ અને ભક્તો દ્વારા પદયાત્રા કરવામાં આવે છે અને દ્વારકા પહોંચ્યા બાદ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં તેઓ છેલ્લા ત્રણ વર્ષથી આ સંઘમાં જોડાયા છે અને ઉપલેટા ખાતે પહોંચતા તેમના માટે ડુમિયાણી ગામ ખાતે બપોરના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી આ સાથે રસ્તામાં જે રામજી ગ્રુપ દ્વારા શરબત તેમજ અન્ય લોકો દ્વારા ઘણી બધી સેવાઓ પુરી પાડવામાં આવી હતી જેમાં રાત્રીના ઉપલેટાના ઈસરા ગામના પાટિયા પાસે એક કારખાનેદાર દ્વારા રાત્રી રોકાણ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.