ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પડધરી પાસેના મોવીયા ગામના રહીશ ભરતભાઈ તળપદા વિરૂદ્ધ પડધરીના રહીશ અશોકભાઈ મકવાણાએ છેતરપિંડી તથા વિશ્ર્વાસઘાત આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી એટ્રોસીટી એક્ટ અન્વયે પડધરી પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ વિરૂદ્ધ નોંધાવેલી એફ.આઈ.આર.માંથી આરોપી ભરતભાઈ તળપદા વિરૂદ્ધની એફ.આઈ.આર. તથા તેને લગતના તમામ પ્રોસીડીંગ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરતો હુકમ ફરમાવેલો છે.
કેસની હકીકત જોઈએ તો પડધરી ખાતે આંબેડકર નગરમાં રહેતાં અશોકભાઈ મકવાણાનાઓએ મહેશ પીતાંબરભાઈ રાઠોડ, નરેશ ભગવાનજીભાઈ બોરીચા, શૈલેષ હીરાભાઈ રાઠવા, ભરત ખીમજીભાઈ તળપદાનાઓ વિરૂદ્ધ પડધરી પોલીસ સ્ટેશનમાં એ મતલબની ફરિયાદ નોંધાવેલી કે ફરિયાદીએ મહેશ પીતાંબર રાઠોડને માસીક રૂા. 8000 એ ટ્રેકટર ભાડે આપેલું હોય જે ભાડુ આપતા ન હોય જે બાબતે અરજી કરતાં અરજી પાછી ખેંચી લેવાનું કહી ટાંટિયા ભાંગી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી ભરતભાઈ તળપદાનાઓએ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી ચારેય આરોપીઓએ ફરિયાદી સાથે ફરિયાદીનું ટ્રેકટર પાછું ન આપી છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી એકબીજાને મદદગારી કરી ગુન્હો આચરતા તે અન્વયે નોંધાવેલી ગુન્હાના કામે તપાસ પૂર્ણ કરી ચારેય આરોપી વિરૂદ્ધ સેશન્સ અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવેલી જે કેસ ચાલી જતાં તપાસનાશ અધિકારીની જુબાની ઉપર મુલત્વી છે.
- Advertisement -
ઉપરોક્ત ચારેય આરોપીઓ પૈકી આરોપી ભરત ખીમજીભાઈ તળપદા દ્વારા તેઓ સામેની એફ.આઈ.આર. તથા સબસીકવન્ટ પ્રોસીડીંગ રદ કરવા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ક્વોશીંગ પીટીશન દાખલ કરેલી જે પીટીશન ચાલવા પર આવતા નામદાર હાઈકોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવેલી કે ગુન્હો નોંધાયેલો તે વખતે પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓને પોલીસ મેન્યુઅલની જોગવાઈ મુજબ લેખિત રજૂઆત કરેલી છતાં તે સંબંધે કોઈ તપાસ કરવામાં આવેલી ન હોય ઉપરાંત કેસની હકીકત લક્ષમાં લેવામાં આવે તો ટ્રેક્ટર ભાડે આપ્યા સંબંધે વાહનભાડાની તકરાર અન્વયેની હકીકતો હોય જેમાંથી અમુક રકમ ચૂકવાય ગયેલી હોય અને અમુક રકમ બાકી હોવાની હકીકતો અન્વયે નોંધાયેલી ફરિયાદમાં આઈ.પી.સી. કે એટ્રોસીટીના તત્ત્વો ફલિત થતાં ન હોય અને અરજદાર વિરૂદ્ધ બ્રીચ ઓફ ટ્રસ્ટ કે એટ્રોસીટીના તત્ત્વો ફલિત થતાં ન હોય અને જ્યારે ક્યોરલી ભાડાની તકરારનો ઈસ્યુ હોય ત્યારે પ્રોસીડીંગ મેઈન્ટેનેબલ નથી અને આરોપીએ ખોટી રીતે પ્રોસીડીંગનો સામનો કરવો પડે તેવા સંજોગો નિર્માણ થયેલા છે, કલમોના આવશ્યક તત્ત્વો તથા નામદાર એપેક્ષ કોર્ટના ચૂકાદાની હકીકતો લક્ષે લઈ આરોપી વિરૂદ્ધની એફ.આઈ.આર. તથા તેને આનુસંગીક પ્રોસીડીંગ રદ કરવા રજૂઆત કરવામાં આવેલી હતી.
તમામ પક્ષેની રજૂઆતો, રેકર્ડ પરની હકીકત લક્ષે લેવામાં આવેલા તેમાં કોઈ શંકા નથી. સી.આર.પી.સી. 482 હેઠળ સત્તાનો ઉપયોગ સાવધાનીપૂર્વક અને સાવચેતી સાથે કરવો જરૂરી છે અને તે પણ દુર્લભ કિસ્સાઓમાં. તે સમાન રીતે પતાવટ કરવામાં આવે છે કે એફ.આઈ.આર. અથવા ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની વિશ્ર્વસનિયતા અથવા સત્યતા અથવા અન્યથા અંગેની તપાસ શરૂ કરવામાં કોર્ટને ન્યાયી ઠેરવવામાં આવશે નહીં જો કે ભજનલાલ (સુપ્રા)ના કેસમાં આ અદાલત દ્વારા પારા 102માં કોતરવામાં આવેલી કોઈ પણ કલમો હેઠળ કેસ આવે તો કોર્ટ તેના વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવા માટે ન્યાયી ગણાશે. ઉપરોક્ત હકીકતો જોતાં એફ.આઈ.આર.ને આગળ ટ્રાયલની મંજૂરી આપવી કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ ગણાશે તેથી અરજદારની અરજી વિચારણાને પાત્ર છે જેથી અરજી મંજૂર કરવામાં આવે છે અને અરજદાર ભરત તળપદા વિરૂદ્ધ પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફ.આઈ.આર. અને તેને આનુસંગિક પ્રોસીડીંગ રદ કરતો હુકમ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલો છે.ઉપરોક્ત કામના તહોમતદાર ભરતભાઈ તળપદા વતી હાઈકોર્ટમાં પ્રતિકભાઈ જસાણી તથા રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, જયમલ મકવાણા રોકાયેલા હતા.