જૂનાગઢ જિલ્લામાં ધો.8ના 20,856 વિદ્યાર્થીઓ, 6 માર્ચ સુધી થશે રજિસ્ટ્રેશન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
ધો.9થી 12માં વિનામૂલ્યે અભ્યાસ માટે તા.29 માર્ચના મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા યોજાશે. જૂનાગઢ શહેર જિલ્લામાં ધો.8ના 20856 વિદ્યાર્થીઓ છે. પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ તા.6 માર્ચ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે. પરીક્ષા આપ્યાબાદ મેરિટના આધારે વિદ્યાર્થીઓની પસંદગી થશે. ધો.8માં અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સહાય અને નિ:શુલ્ક શિક્ષણ મળી શકે તે માટે જ્ઞાન સાધના મેરીટ કમ સ્કોલરશીપ પરીક્ષ લેવામાં આવે છે. રાજ્યના રપ હજાર વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ આપવામાં આવે છે. આગામી તા.ર9 માર્ચના પરીક્ષા લેવાશે. પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ તા.6 માર્ચ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે.1ર0 ગુણની પરીક્ષામાં વિદ્યાર્થીઓને 150 મિનિટનો સમય આપવામાં આવેશ. કટ ઓફ કરતા વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓની સ્કોલરશીપ આપવા પસંદગી કરાશે. જૂનાગઢ જિલ્લામાં ધો.8ના સરકારીને ખાનગી શાળામાં અભ્યાસ કરતા 11,453 વિદ્યાર્થીનીઓ મળી કુલ 20756 વિદ્યાર્થીઓ છે જેમાંથી રજીસ્ટ્રેશન કરનાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.