એક વર્ષ પહેલાં ગુમ થયેલ પરિણીત મહિલાના કુઆમાંથી માનવ કંકાલ મળ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
વિસાવદર તાલુકાના રૂપાવટીની એક મહિલા એક વર્ષથી ગુમ હતી. તપાસ દરમ્યાન મહિલાને ગામના એક યુવક સાથે પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું હતું પરંતુ આ શાતીર શખ્સે પોલીસને ગુમરાહ કરી હતી. આખરે એલસીબીએ આ શખ્સની પૂછપરછ કરી સવાલોનો મારો ચલાવ્યો હતો. અને આ યુવકે એક વર્ષ પહેલાં પરિણીત પ્રેમિકાથી છુટકારો મેળવવા તેની હત્યા કરી લાશ બગસરા તાલુકાના હડાળાની સીમમાં એક અવાવરુ કૂવામાં ફેકી દીધાની કબુલાત આપી હતી. એલસીબીએ આ સ્થળે જઈ કૂવામાંથી મહિલાના અવશેષ કબ્જે કર્યા આમ એક વર્ષ બાદ ફિલ્મી સ્ટોરીને ટકકર મારે એવી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો હતો.
- Advertisement -
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિસાવદર તાલુકાના રૂપાવટી ગામમાં રહેતા દયાબેન વલ્લભ સાવલીયા (ઉ.વ.35) તા.2-1-2024ના ઘરેથી 9.03 લાખના દાગીના અને 30 હજાર રૂપિયા રોકડા લઈ કોઈને કહ્યા વિના જતી રહી હતી. આ અંગે વલ્લભભાઈ સાવલીયાએ જાણ કરતા વિસાવદર પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. દયાબેનને 11 વર્ષનો એક પુત્ર હોવાથી તેને તેની માતા મળે એ માટે પોલીસ દ્વારા દયાબેનની શોધખોળ માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં દયાબેનને રૂપાવટીના હાર્દિક ધીરૂ સાવલીયા સાથે પ્રેમસબંધ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસના બાતમીદારો અને ટેકનિકલ સોર્સ મારફત હાર્દિક સુખડીયા તરફ જ શંકાની સોઈ ચીધાતી હતી. હાર્દિકની પૂછપરચ્છ કરતા તેણે દયાબેનને રાહુલ નામના યુવક સાથે પ્રેમ હોવાથી તેણી તેની સાથે ભાગી ગઇ છે અને તેમાં પોતે મદદ કરી છે બીજી કોઇ જાણ નથી એવુ રટણ કર્યુ હતુ. આ શખ્સે બનાવ જાહેર થયો ત્યારથી મોબાઇલનો ઉપયોગ બંધ બરી દીધો હતો. પોલીસે તેનો ગાંધીનગર ખાતે મનોવૈજ્ઞાનિક ટેસ્ટ પણ કરાવ્યો હતો. જેમાં પણ હાદિક સુખડીયાએ પોતાની મજબુત માનસિકતાના કારણે હકીકત સામે આવવા દીધી ન હતી. આવી આ કેસ પોલીસ માટે પડકારજનક અને કઠિન બની ગયો હતો. આ કેસની તપાસ એલસીબીને સોંપવામાં આવી હતી. પી.આઈ. જે.જે.પટેલ સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી તેમાં સમગ્ર બાબત હાર્દિક સુખડીયા તરફ ઈશારા કરી ત્યાં અટકી જતી હતી પરંતુ એફ.એસ.એલ.નો અભિપ્રાય પણ હાર્દિક શંકાસ્પદ હોવાનો હોવાથી આ કોકડું વધુ ગુંચવાયું હતું.
એલસીબીએ હાર્દિક સુખડીયાને કચેરી આતે બોલાવી પુછપરછ કરતા પ્રથમ તો કોઈ કૃત્ય કર્યું નથી એવી વાત કરી હતી. બાદમાં એલસીબીએ સવાલોનો મારો ચલાવી કેટલાક પુરાવા બતાવ્યા હતા. આખરે હાર્દિક સુખડીયા ભાંગી પડયો હતો. અને પોતે જ દયાબેનની હત્યા કર્યાની કબૂલાત આપી હતી. બાદમાં હાર્દિક સુખડીયા એલસીબી સમક્ષ પોપટ બન્યો હતો અને જણાવ્યું હતુ કે તેને અને દયાબેનને પ્રેમ સબંધ હતો, ગામમાં સાથે રહી શકે એમ ન હતો છતાં દયાબેન તેની પાછળ પડી હતી. આથી તેનો કાંટો કાઢવા માટે બગસરા તાલુકાના હડાળા ખારી વચ્ચે પથ્થર મારી હત્યા કરી દયાબેનની લાશને અવાવરૂ કૂવામાં ફેંકી દીધી હતી. એલસીબીના સ્ટાફે અમરેલી એફ.એસ.એલ.અને બગસરા ફાયર બ્રિગેડની મદદથી હડાળાની સીમમાં આવેલા કુવામાંથી દયાબેનના મૃતદેહના અવશેષ કબ્જે કરી ફોરેન્સિક પી.એમ. માટે ભાવનગર મોકલ્યા હતા.આ અંગે ઇન્ચાર્જ એસ.પી.ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આરોપી ખૂબ શાતીર હોવાથી હત્યાનો ભેદ ઉકેલવો કઠિન હતો. હાર્દિક સુખડીયાએ પ્રેમિકા દયાબેનથી પીછો છોડાવવા માટે કાસળ કાઢી નાખ્યું હતું. હાલ મૃતક મહિલાના પતિની ફરિયાદના આધારે હાર્દિક સુખડીયા સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે વિસાવદર પી.આઈ. આર.એસ. પટેલને તપાસ સોંપવામાં આવી છે. તેના રિમાન્ડ મેળવવામાં આવશે, જેમાં અન્ય કોઈએ હત્યા કરવામાં કે લાશને સગેવગે કરવામાં મદદ કરી છે કે કેમ? સહિતના સવાલોના જવાબ મેળવવામાં આવશે. હાર્દિકના છૂટાછેડા થયેલા છે, જ્યારે દયાબેનનું પિયર ભેંસાણ તાલુકાના ચુડામાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.
11 વર્ષના પુત્રને માતાનો પ્રેમ મળે તેવા હેતુથી કેસને અગ્રતા આપી
- Advertisement -
વિસાવદરના રૂપાવટી ગામની પરણિત મહિલા ગુમ થનારને એક 11 વર્ષનો પુત્ર હોય. જેથી એક પુત્રને શક્ય તેટલી વહેલી તકે તેની માતાનો પ્રેમ મળી રહે તે હેતુથી સદરહુ બનાવને અગ્રતા આપીઆ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.જે.પટેલ, પીએસઆઇ ડી.કે.ઝાલા તથા પો.સ્ટાફના વિજયભાઇ બડવા, સામતભાઇ બારીયા, યશપાલસિંહ જાડેજા, દિવ્યેશકુમાર ડાભી, દિપકભાઇ બડવા, મહેન્દ્રભાઇ ડેર, આઝાદસિંહ સીસોદીયા, નિકુલભાઇ પટેલ, જીતેષભાઇ મારૂ, જગદીશભાઇ ભાટુ, જયેશભાઇ બાંભણીયા, વનરાજભાઇ ચાવડા, વરજાંગભાઇ બોરીચા જોડાયા હતા.



