પહેલી મેચ ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ અને શ્રીલંકા માસ્ટર્સ વચ્ચે : 60 દિગ્ગજ કિક્રેટરો માસ્ટર લીગમાં રમશે
ખાસ-ખબર ન્યૂઝ વડોદરા
વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજથી (28 ફેબ્રુઆરી) 28 ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ શરૂ થશે. ત્યારે મેચ માટે ઓસ્ટ્રેલિયાની ટીમે ગતરોજ (27 ફેબ્રુઆરી) નેટ પ્રેક્ટિસ કરી હતી અને ખેલાડીઓએ ખૂબ પરસેવો પાડ્યો હતો. નેટ પ્રેક્ટિસ બાદ ઓસ્ટ્રેલિયા માસ્ટર્સની ટીમના પ્લેયર શોન માર્શે જણાવ્યું હતું કે, ખૂબ જ લાંબા ગાળા બાદ ફરીથી ક્રિકેટ રમવા માટે અમે તૈયાર છીએ. ભારતમાં હું અનેકવાર ક્રિકેટ રમી ચૂક્યો છું, ત્યારે 28 ફેબ્રુઆરીથી રમવાની ખૂબ જ મજા આવશે. આ સ્ટેડિયમ આઉટસ્ટેન્ડિંગ અને બ્યુટીફુલ છે. જોકે, ઇન્ડિયા માસ્ટર્સની ટીમે ગતરોજ આરામ કર્યો હતો. ઇન્ટરનેશનલ માસ્ટર લીગ રમવા શ્રીલંકા અને સાઉથ આફ્રિકાની ટીમો વડોદરા એરપોર્ટ પહોંચી. હોટેલ સયાજીમાં બંને ટીમોનું સ્વાગત કરાયું હતું.
- Advertisement -
22 ફેબ્રુઆરીથી મુંબઈમાં શરૂ થયેલી ઈંખક લીગની વડોદરા મેચો 28 ફેબ્રુઆરીથી શરૂ થશે, જેમાં ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ અને શ્રીલંકા માસ્ટર્સ વચ્ચે વડોદરાની પ્રથમ મેચ રમાશે. 28 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન 6 મેચ કોટંબી સ્ટેડિમમાં રમાશે, જેમાં ભારત, સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટઇન્ડિઝ અને શ્રીલંકાની ટીમો રમશે.
આ ટીમોમાં સચિન તેંડુલકર, યુવરાજસિંગ, યુસુફ પઠાણ, ઈરફાન પઠાણ, કુમાર સાંગાકારા, બ્રાયન લારા, ઇયોન મોર્ગન, શેન વોટ્સન, શોન માર્શ, જેક કાલિસ, કેવિન પીટરસન, જોન્ટી રોડ્સ અને ક્રિશ ગેલ સહિતના 60 કિક્રેટર માસ્ટર લીગમાં રમશે. આ ઉપરાંત ગર્વનિંગ કાઉન્સિલમાં સુનિલ ગાવસ્કર, સોન પોલોક, સર વિવ રિચાર્ડ્સ પણ હાજર રહેશે. આ ઉપરાંત અમ્પાયર તરીકે સિમોન ટૌફલ અને બીલી બાઉડન હાજર રહેશે અને મેચ રેફરી તરીકે ગુડપ્પા વિશ્વનાથન રહેશે.ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં સચિન તેંડુલકર, બ્રાયન લારા, શેન વોટસન, જેક્સ કાલિસ, કુમાર સંગાકારા અને ઇયોન મોર્ગન જેવા માસ્ટર્સને તેમની સંબંધિત 6 ટીમોનું નેતૃત્વ કરી રહ્યા છે. જેથી આવા મહાન ખેલાડીઓનું ક્રીઝ પર કૌવત ફરી એકવાર જોવા મળશે. વડોદરા ખાતે આ સિરીઝ પૈકી 6 મેચો યોજાશે, જેમાં ભારત, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝના મહાન ખેલાડીઓ ફરી એકવાર ગ્રાઉન્ડ પર પોતાનો જાદુ પાથરશે.
સચિન ભોજનમાં ગુજરાતી કઢી-ખિચડી, રીંગણનો ઓળો, સેવ-ટામેટાં, રોટલી અને ઘી-ગોળ જમ્યો
જ્યારે યુવરાજસિંહ અને યુસુફ પઠાણ સહિતના કેટલાક ક્રિકેટર વડોદરા આવ્યા હતા. સચિન તેંડુલકરે પોતાના રૂમમાં જ ભોજન જમવાનું પસંદ કર્યું હતું. સચિને કઢી ખીચડી, રીંગણનો ઓળો, સેવ-ટામેટા, રોટલી અને ઘી-ગોળ જમ્યા હતા. તો ઈરફાન પઠાણ તો પોતાના ઘરે પહોંચી ગયા હતા અને ઘરનું ભોજન જમ્યા હતા. આ ઉપરાંત અન્ય ક્રિકટરોએ પંજાબી અને ગુજરાતી ભોજન લીધું હતું. ઇન્ડિયા માસ્ટર્સની સાથે સાથે ઓસ્ટ્રેલિયા માસ્ટર્સની ટીમ પણ વડોદરામાં રોકાયેલી છે.
ઇન્ટરનેશનલ પ્રીમિયર લીગની વડોદરાની મેચોનું શિડ્યુલ
28 ફેબ્રુઆરી: શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા
1 માર્ચ: ભારત અને સાઉથ આફ્રિકા
3 માર્ચ: સાઉથ આફ્રિકા અને ઇગ્લેન્ડ
5 માર્ચ: ભારત અને ઓસ્ટ્રેલિયા
6 માર્ચ: શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ
7 માર્ચ: ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા