મેળામાં ભીડનો લાભ લઈને છેડતી કરવી યુવકને ભારે પડી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
મહાશિવરાત્રી મેળામાં રવેડી સમયે હજારો લોકોની ભીડ ઉમટી પડી હતી. જેમાં દેશ વિદેશના લોકો સામેલ થયા હતા. સાધુ-સંતોની સાથે લોકો પણ ઘુસી ગયા હતા. ભારે ભીડમાં વિદેશી મહિલા હતી. હજારો લોકોની ભીડ વચ્ચે આ યુવકે વિદેશી મહિલાની છેડતી કરી હતી. શારીરિક અડપલા થતા જ વિદેશી મહિલાએ ગુસ્સે થઈ યુવકને તમાચા ચોંટાડી દીધા રહ્યો બાદમાં શખ્સ ત્યાંથી હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલ આ વિડીયો વાયરલ થતા પોલીસ ધંધે લાગી છે. દેશમાં વિદેશી પ્રવાસીઓ આવે તેઓને અતિથીનો દરજ્જો આપવામાં આવે છે. આ મહિલા તો સનાતન સંસ્કૃતિના પર્વ મહાશિવરાત્રી મેળામાં સામેલ થવા આવી હતી. તેની સાથેના આવા કૃત્યથી અતિથી દેવો ભવ:ને કલંક લાગ્યું છે અને આ મહિલા મેળાની કદર કરીને ગઈ તે અલગ. કૃત્ય કરનારને શોધી ભણાવવામાં આવે એવી માંગ ઉઠી છે.



