જૂનાગઢના મેયર પસંદગી માટે નિરીક્ષકોની પ્રક્રિયા પૂર્ણ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જુનાગઢ શહેર ભાજપ કાર્યાલય ખાતે મમ્રાનગરપાલિકાના મેયર પદના દાવેદારોની સેન્સ રાજુભાઈ શુકલ, સુખભાઈ પડસાળા અને એફેશાભન ચોપરી સેન્સ લેવા માટે આવ્યા હતા. ભાજપના 48 કોર્પોરેટરો જીત્યા છે, પરંતુ મેયર પદની સેન્સ લેવાની પ્રક્રિયા વખતે 10 થી 12 કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. આમ, સેન્સ પ્રક્રિયા સમયે ભાજપના જીતેલા કોર્પોરેટરો પૈકી 20 ટકા કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. દરમિયાન અત્યાર સુધી મેયર પદના દાવેદારોમાં 4 નામો ચર્ચામાં હતા, પરંતુ હવે તેમાં વધુ એક નામ ઉમેરાયું છે. મનન અભાણી, ધર્મેશ પોશીયા અને પલ્લવીબેન ઠાકર, શૈલેષ દવે બાદ હવે કેટલાક ભાજપના કાર્યકરોએ વોર્ડ નંબર 1ના કોર્પોરેટર સુભાષ રાદડીયાના નામની પણ મૈયર પદના દાવેદાર તરીકે રજૂઆત કરી હોવાનું ભાજપના જ અંતરંગ સૂત્રોએ જણાવ્યું છે. કેટલાક લોકોએ વ્યક્તિગત રીતે, કેટલાકે 3 થી 4ના ગૃપમાં રજૂઆત કરી હતી. વિશેષમાં સંગઠનના કેટલાક હોદેદારોએ નિરીક્ષકોને રૂબરૂ મળીને પોતાની લાગણી વ્યકત કરી હતી.
- Advertisement -
આમાં છેલ્લા 5 વર્ષમાં કોર્પોરેશનનો વહિવટ ખાડે ગયો હોવાનું અને પ્રજા ભારે હેરાન થઈ હોવાની રજૂઆત કરાઈ હતી. જોકે, નિરીક્ષકોએ વળતો સવાલ કર્યો હતો કે, જો પ્રજા નારાજ હતી તો પછી ભાજપ જીત્યું કેમ ? સંગઠનના આગેવાનોએ કહ્યું હતું કે, સામે કંઈ છે જ નહિ ! ઓપશન જ ન હોવાના કારણે ભાજપ જીત્યું છે,



