આબેહુબ અમરનાથ શિવલિંગના દર્શન-પૂજન-અભિષેકનો લ્હાવો લેવા ભાવિકો ઉમટી પડ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરના 150 ફૂટ રોડ ખાતે ઓસ્કાર સ્કાય પાર્ક ખાતે ભરતભાઈ આડઠક્કર, જયદીપ આડઠક્કર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી પોતાના નિવાસસ્થાને મહાશિવરાત્રિના પાવન પર્વે ધર્મપ્રેમી જનતા માટે બરફના શિવલિંગના દર્શન, પૂજન અને ગુલાબની પાંખડી મિશ્રિત દૂધનો અભિષેક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે ઓસ્કાર સ્કાય પાર્ક ખાતે 200થી વધુ ભાવિકોએ શિવલિંગના પૂજન-અર્ચન તથા અભિષેક કરેલ હતો તેમજ શિવલિંગ પર અભિષેક થયેલ ગુલાબની પાંખડી મિશ્રિત દૂધની પ્રસાદી અને ફળાહાર ગ્રહણ કર્યા હતા તેમ અંતમાં જયદીપ ઠક્કરની યાદીમાં જણાવાયું હતું.



