જૂનાગઢમાં લઘુકુંભ મહાશિવરાત્રિ મેળાનો કાલથી પ્રારંભ
ભવનાથમા 7 જગ્યાએથી મહાશિવરાત્રીના મેળાનું જીવંત પ્રસારણ ભવનાથ તળેટીમાં LED સ્ક્રીન દ્વારા મેળો લાઈવ જોઈ શકાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
શિવાની આરાધનાનું પર્વ એટલે આધ્યાતિમિકતાની દ્રષ્ટિએ મહાશિવરાત્રીનું અનેરું મહત્વ હોઈ છે.ત્યારે અતિ પૌરાણિક મહાશિવરાત્રીનો ભવ્ય મેળો જૂનાગઢ ભવનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં વર્ષોની પરંપરાથી યોજાય છે ત્યારે આવતીકાલ 22મી ફેબ્રુઆરી શનિવારથી મેળાનો પ્રારંભ થવાનો છે.ત્યારે કાલે સવારે શુભ ચોઘડિયે ભવનાથ મહાદેવ મંદિરે ભોળાનાથને વિશેષ શૃંગાર સાથે મહાઆરતી અને મહાપૂજા સાથે હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ મંદિરને ધ્વજા રોહણ સાથે મેળાની શરૂઆત થશે જેમાં વરિષ્ઠ સાધુ – સંતો સાથે અધિકરીઓ અને પદાધિકરીઓ ઉપસ્થિત રહેશે અને ત્યાર બાદ તળેટીમાં આવેલ પંચ અગ્નિ અખાડા, જુના અખાડા અને આહવાન અખાડા સહીત ધર્મમસ્થાનોમાં ધજા ચડાવામાં આવશે અને ત્યાર બાદ મેળોનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવશે. ગિરનારની ગોદમાં 22 થી 26 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાશે. મેળામા આવતા ભાવિકો જુદી-જુદી સાત જગ્યાએથી મેળાનું જીવંત પ્રસારણ માણી શકશે.
જેમા મંગલનાથ આશ્રમ, દતચોક, શનિદેવ મંદિર, અગ્નિ અખડા પાસે, ઇન્દ્રભારતી ગેટ, જિલ્લા પંચાયત અને ભગીરથ વાડી ખાતે તંત્ર દ્વારા એલ.ઈ.ડી. સ્ક્રીન રાખવામાં આવશે. આ ઉપરાંત ત્રણ હજાર એલ.ઇ.ડી. ટ્યુબલાઈટ તેમજ ફ્લડ લાઈટથી મહાશિવરાત્રીનો મેળો ઝગમગી ઉઠશે. જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસીયાના માર્ગદર્શનમાં વિવિધ વિભાગો દ્વારા મેળાના સુચારું આયોજન માટે કામગીરી હાથ ધરી રહ્યા છે. મહા શિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય ત્યારે રાત્રીના સમયે લોકો મેળાનો આનંદ લઈ શકે તે માટે તંત્ર દ્વારા લાઇટિંગની વિશેષ વ્યવસ્થા માટે ટીમ કાર્યરત કરવામા આવી છે. જેમા 100 જેટલા કર્મચારીઓ લાઈટીંગની કામગીરી માટે જોડાયા છે. પાંચ દિવસીય મેળામા દરરોજ અનેક શ્રદ્ધાળુઓ ભવનાથમા આવતા હોય, શ્રદ્ધાળુઓ અલગ અલગ જગ્યાએથી એલ.ઈ.ડી. સ્ક્રીન દ્રારા સમગ્ર મેળો જોઈ શકે તે માટે વ્યવસ્થા કરવામા આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મંગલનાથ આશ્રમ, દત ચોક, શનિદેવ મંદિર, અગ્નિ અખડા પાસે, ઇન્દ્રભારતી ગેટ, જિલ્લા પંચાયત તથા ભગીરથ વાડી ખાતે એલ.ઈ.ડી. સ્ક્રીન મુકવામા આવતા આ જગ્યાઓ પરથી મેળો લાઈવ જોઈ શકાશે.
- Advertisement -
મેળો પ્લાસ્ટિક મુક્ત યોજાય તેવી સંતો-મહંતોની અપીલ
ગિરનારના સાનિધ્યમાં કાલથી 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાશે. આ મેળાને પ્લાસ્ટિક મુક્ત રાખી વહીવટી તંત્રને સહકાર આપવા સાધુ સંતો અપીલ કરી રહ્યા છે. ભારતી આશ્રમના મહંતશ્રી હરિહરાનંદ બાપુએ મહાશિવરાત્રીના મેળામાં આવતા તમામ સાધુ-સંતો અને ભક્તોને અપીલ કરી દત્ત અને દાતારની ભૂમિ તથા ભવનાથ અને જૂનાગઢને પ્લાસ્ટિક મુક્ત રાખવા તેમજ જ્યાં ત્યાં કચરો ન ફેકી જિલ્લા તંત્રને સહયોગ આપવા અનુરોધ કર્યો છે.ભવનાથની આ પવિત્ર ભૂમિને સુંદર અને સ્વચ્છ રાખે તેવી અપીલ ભવનાથના મહંત હરિગીરી બાપુએ કરી છે. રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર સ્વચ્છતા માટે કટિબદ્ધ છે ત્યારે મહાશિવરાત્રીના મેળામાં આવતા ભાવિકો મેળામાં સ્વચ્છતા જાળવી તંત્રને સહયોગ આપે તેવી અપીલ મહંતશ્રીએ કરી છે.



