પ્રયાગરાજથી પરત ફરતી વખતે ચાલકને ઝોકું આવી જતાં કાર ટ્રક સાથે અથડાઇ, તમામ 6 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત
પ્રયાગરાજમાં મહાકુંભ ત્રિવેણી સંગમમાંથી પરત ફરતા પરિવારને અકસ્માત નડતાં 6 લોકોના દર્દનાક મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ બિહારના આરામાં આ માર્ગ અકસ્માતની ઘટના બની છે. વાસ્તવમાં શુક્રવારે સવારે આરા-મોહનિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક પેટ્રોલ પંપ પાસે બની હતી. અહીં કાર પાછળથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ. ટક્કર એટલી જોરદાર હતી કે, કારના ટુકડા થઈ ગયા. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ 6 લોકોના મોત થયા હતા.
- Advertisement -
આ તરફ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામ મૃતદેહોને બહાર કાઢ્યા. માર્યા ગયેલા લોકો એક જ પરિવારના હતા. આ પરિવાર પટનાના જક્કનપુરનો રહેવાસી છે અને પ્રયાગરાજ કુંભમાં સ્નાન કરીને પરત ફરી રહ્યો હતો. મૃતકોના સંબંધીઓએ જણાવ્યું કે, બધા લોકો ગઈકાલે મહાકુંભ સ્નાન માટે પ્રયાગરાજ ગયા હતા. શુક્રવારે સવારે નિદ્રા (ઊંઘ)ને કારણે કાર ટ્રક સાથે અથડાઈ હતી.
મૃતકોમાં 4 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ
નોંધનીય છે કે, મૃતકોમાં 4 મહિલાઓ અને 2 પુરુષો છે. પટનાના જક્કનપુર સ્થિત સુદામા કોલોનીના રહેવાસી સ્વ. વિષ્ણુ દેવ પ્રસાદનો પુત્ર સંજય કુમાર, પત્ની કરુણા દેવી, પુત્ર લાલ બાબુ સિંહ અને તેમની ભત્રીજી પ્રિયમ કુમારી છે. આ ઉપરાંત પટનાના કુમ્હરાર નિવાસી આનંદ સિંહની પુત્રી આશા કિરણ અને ચંદ્રભૂષણ પ્રસાદની પુત્રી જુહી રાની છે.
- Advertisement -
એક નિદ્રાએ લઈ લીધા 6 લોકોના જીવ
મૃતક સંજયના ભાઈએ જણાવ્યું હતું કે બુધવારે, એક સ્કોર્પિયોમાં 7 લોકો અને બલેનો કારમાં પતિ-પત્ની, પુત્ર અને ભત્રીજી સહિત 6 લોકો પ્રયાગરાજ મહાકુંભમાં ત્રિવેણીમાં સ્નાન કરવા ગયા હતા. શુક્રવારે પ્રયાગરાજથી પરત ફરતી વખતે સંજય કુમારનો પુત્ર લાલ બાબુ કાર ચલાવી રહ્યો હતો અને આ સમય દરમિયાન લાલ બાબુ સૂઈ ગયા. આ કારણે કાર રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ ગઈ. આ સાથે મૃતકના ભાઈએ જણાવ્યું કે, લાલ બાબુ જતા સમયે પણ ઊંઘમાં હતા.