ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 220/202324ની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મોટી અપડેટ આપવામાં આવી છે. વાસ્તવમાં મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 220/202324, કન્યાન તાંત્રિક મદદનીશ,વર્ગ-3સંવર્ગની MCQ CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન અંદાજીત તા.25-03-2025 નાં રોજ કરવાનો નિર્ણય લીધેલ છે. પરીક્ષાનાં કાર્યક્રમ અને કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવાયું છે.
- Advertisement -
ફાયરમેન-કમ-ડ્રાઈવર પરીક્ષા ક્યારે ?
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 236/202425ની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગે પણ અગત્યની સૂચના બહાર પડાઈ છે.
- Advertisement -
વિગતો મુજબ મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 236/202425 ફાયરમેન-કમ-ડ્રાઈવર, વર્ગ-૩ સંવર્ગની MCQ CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન અંદાજીત તા.25/03/2025 નાં રોજ કરવાનો નિર્ણય લીધેલ છે. પરીક્ષાનાં કાર્યક્રમ અને કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવાયું છે.