ઇન્દિરા સર્કલ પાસે સિગ્નલ બંધ હોય દેકારો કરી કારમાંથી ઉતરી ગયો
60 લાખ વ્યાજ સહિત ભરી દીધા છતાં ધમકી આપી : વેરાવલની બેલડી સહિત ત્રણ સામે ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મૂળ વેરાવળના અને હાલ રાજકોટના રૈયા રોડ ઉપર પામ યુનિવર્ષ ખાતે 20 દિવસથી સાસુના મકાનમાં રહેતા અને બાંધકામનો કોન્ટ્રાકટ રાખતા હેમૂલ મનહરલાલ ચોક્સીએ વેરાવળના નીલેશ ચલા, રાજૂ મોચી અને રાજકોટના અમિત રાઠોડ સામે યુનિવર્સિટી પોલીસમાં વ્યાજખોરી અને અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતુ કે 2019માં ધંધા માટે નીલેશ ચલા પાસેથી 60 લાખ વ્યાજે લીધા હતા જે વ્યાજ સહિત ચૂકવી દીધા હતા છતાં તે અવારનવાર ધમકી આપી ઉઘરાણી કરતાં હોવાથી હું પરિવાર સાથે રાજકોટ રહેવા આવી ગયો હતો દરમિયાન ગત 18 તારીખે મને ફોન કરી ક્રિસ્ટલ મોલ પાસે મળવા બોલાવતા હું ત્યાં ગયો હતો અને જો તુ પૈસા નહિ આપે તો કાલે જોજે હું શું કરીશ તેમ ધમકી આપી હતી બાદમાં બીજા દિવસે ફરી ફોન કરી મળવા બોલાવતા ત્યાં જતાં કારમાં બેસવાનું કહેતા કારમાં બેસી ગયો હતો કારમાં ત્રણેય બેઠા હતા જેમાં નિલેશભાઈએ ઉશ્કેરાઈને છાતીમાં મુક્કો માર્યો હતો અને કોઈને ફોન કરી હું હેમૂલને લઈને જેતપુર આવું છું સાહેબને બોલાવી લેજે તેમ કહેતા હું ભાગવા જતાં રાજૂ અને અમિતે મને પકડી રાખ્યો હતો કર્મા બેસાડી લઈ જતાં હતા ત્યારે ઇન્દિરા સર્કલ પાસે સિગ્નલ બંધ હોવાથી હું દેકારો કરી કારમાંથી નીકળી ઘરે પહોંચી ગયો હતો અને પરિવારને વાત કરી અંતે ફરિયાદ નોંધાવી હતી.