થાનગઢ પાલિકાની જ્યારે ધ્રાંગધ્રા અને સાયલા અને લીમડી ખાતે પેટા ચૂંટણી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ નગરપાલિકાની તમામ બેઠકો પર જ્યારે ધ્રાંગધ્રા અને લીમડી શહેરની વોર્ડ નંબર 1ની સાથે લીમડી ની ઉટડી અને સાયલા ધારાડુંગરી તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠક પર રવિવારે મતદાન થયું હતું. તમામ બેઠકો પર સવારથી મતદાન શરૂ થયું હતું જેમાં મતદારોના ઉત્સાહમાં ક્યાંકને ક્યાંક ઊણપ નજરે પડી હતી. થાનગઢ નગરપાલિકાની બેઠક પર ભાજપ, કાંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આ સાથે કેટલાક અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં હતા ત્યારે ધ્રાંગધ્રા વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં આમ આદમી પરથી અને કોંગ્રેસના ગડબંધન સામે ભાજપના ઉમેદવાર મેદાને છે. તમામ બેઠકો પર સવારથી શરૂ થયેલ મતદાન સાથે લગ્નગાળો હોવાથી લગ્નગ્રંથીથી જોડતા યુવક – યુવતીઓએ પણ મતદાન કર્યું હતું. થાનગઢમાં મતદાન સમયે આમ આદમી પાર્ટી અને ભાજપના નેતા વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી જે બાદ તાત્કાલિક લીમડી ડિવિઝનના ડી.વાય.એસ.પી પહોંચી જઈ મામલો શાંત પાડ્યો હતો. આ સાથે થાનગઢ મથાળાં મથકો પર ઇ.વી.એમ મશીનોમાં ખામી સર્જાવાની પણ વિગતો સામે આવી હતી જે બાદ તાત્કાલિક નવા મશીનો મૂકી મતદાન શરૂ કરાવ્યું હતું. જ્યારે મતદાન સમયે પોતાના વિસ્તારના કેટલાક સમાજ આગેવાનો, રાજકીય આગેવાનો, સાધુ સંતો વૃધ્ધો, દિવ્યાંગ લોકોએ પણ પોતાનો મત અધિકાર નિભાવી મતદાન કર્યું હતું. જોકે થાનગઢ સિવાયના સ્થળો પર પેટા ચૂંટણી હોવાથી મતદારોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો ન હતો મતદાન શરૂ થયાના બાદ બપોર સુધીમાં 25 ટકાથી પણ ઓછું મતદાન સામે આવ્યું હતું. જે બાદ મતદાન પૂર્ણ થતા તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમ મશીનમાં કેદ થતા હવે આવનારી 18 ફેબ્રુઆરીના રોજ મતદારોનો મિજાજ સામે આવે છે અને કેટલા ઉમેદવારો મતદારોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
- Advertisement -
ધ્રાંગધ્રા વોર્ડ નં: 1ની પેટા ચૂંટણીમાં ભાજપના સંગઠન અને સભ્યોની ફોજ ઉતરી
ધ્રાંગધ્રા વોર્ડ નંબર 1ની એક બેઠક પર મતદાન યોજાયું હતું જેમાં ભાજપ તરફે અમરાભાઇ ભરવાડ અને કોંગ્રેસ તરફે અલ્પેશભાઈ પટેલ ઉમેદવાર હતા આ તરફ ભાજપે પોતાના ઉમેદવારને જીતાડવા માટે શેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા સભ્યોની ફોજ ઉતરી દીધી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં મતદારની ટકાવારી
- Advertisement -
થાનગઢ નગરપાલિકા – 60.35 ટકા
લીમડી ન.પાલિકા (પેટા) – 36.19 ટકા
ધ્રાંગધ્રા ન.પાલિકા (પેટા) – 39.57 ટકા
18-ઊટડી તા.પંચાયત (પેટા) – 40.30 ટકા
5-ધારાડુંગરી તા.પંચાયત (પેટા) – 66.98 ટકા
થાનગઢમાં ચૂંટણી દરમિયાન EVM મશીનમાં ખામી સર્જાઈ
થાનગઢ નગરપાલિકાની ચૂંટણીના મતદાન સમયે ઈ.વી.એમ મશીનમાં ખામી સર્જાઈ હતી જેથી અડધા કલાક જેટલા સમય સુધી મતદાન સ્થગિત રાખવામાં આવ્યું હતું આ મામલે આપ નેતા રાજુભાઈ કરપડા દ્વારા જણાવાયું હતું કે ભાજપ ઉમેદવારના નામ સિવાયના બટન દબાવવા છતાં મત પડ્યો ન હતો જે અંગેની જાણ લગભગ એકાદ કલાક બાદ થઈ હતી પરંતુ તાત્કાલિક મતદાન સ્થગિત કરવી ખામી દૂર કરી હતી.