તંત્ર કાર્યવાહી નહીં કરે તો સ્થાનિક લોકોએ અંદોલનના માર્ગે જવું પડશે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબીને કોર્પોરેશન જાહેર કર્યાં પછી મોરબીના નવા કમીશનર દ્વારા જુદા જુદા રોડ પર થયેલા દબાણો દુરકરવાની કામગીરી દર અઠવાડિયે બુધવારના રોજ થઇ રહી છે. જે કાર્ય ખુબજ સરાહનીય છે, આવું થવું ખુબજ જરૂરી હતું જે થઇ રહ્યું છે. પરંતુ તેમાં પણ અમુક બાંધકામોને બાકાત રાખવામાં આવે છે. પણ આવું શા માટે? શું વગવાળા લોકો સુધી કમિશનરના હાથ નથી પહોચતા?
- Advertisement -
મોરબીમાં ઘણી જગ્યાએ સરકરી જમીનો પર પણ ગેર કાયદેસર બાંધકામો થયેલ છે. જેવા કે સિંચાઈ ખાતાની જમીન, માર્ગ અને મકાન, સ્ટેટ અને પંચાયત ખાતાની જમીન, નેશનલ હાઇવેની જમીન, રેવેન્યુ ખાતાની જમીન, પરંતુ આ લોકો સામે કોઈ અગમ્ય કારણોસર કોઈ કાર્યવાહી થતી નથી. શું સિંચાઈ ખાતાના અધિકારોને કોઈનું દબાણ છે? કે તેઓના હાથ ખરડાયેલા છે? ઙ.ઠ.ઉ. ખાતાના અધિકારી પર પણ કોઈનું દબાણ છે? કે તેઓને પણ પ્રસાદ મળે છે ? આવું જ રેવન્યુ ખાતાનું પણ છે. આવી બાબતે કોઈ એક્શન કેમ નથી લેવાતા ?
ઘણી જગ્યોઓએ લેન્ડ ગ્રેબિંગના કેસો થતા હોય છે. પરંતુ આવા લોકો સામે લેન્ડ ગ્રેબિંગના કેશો શા માટે નથી થતા? કલેકટર શું કરે છે ? શા માટે તેઓ કોઈ એક્શન લેતા નથી ? તેઓ ચુપ કેમ છે ? શું આવી રીતે મોરબીનો વિકાસ થશે ? શું મોરબીમાં માથાભારે તત્વોનું રાજ ચાલે છે ? કે જેથી અધિકારી ઓ ચુપ છે. આવા બાંધકામની વહેલામાં વેહલી તપાસ કરી તેનું ડીમોલીશન કરવામાં આવે.
તંત્રની સરકારી જમીન પર બાંધકામ થઇ જાય અને તેનું વેચાણ પણ થઇ જાય તો પણ અજાણ કેવી રીતે હોય શકે ? અમુક જગ્યાએ તો આવા બાંધકામનું વેચાણ ન થતા ભાડે આપવામાં આવેલ છે. તેવું લોકો કહી રહ્યા છે. આવા બાંધકામો સામે તાત્કાલિક ડીમોલીશનની કામગીરી કરવામાં આવે અને સરકારી જમીનો ખાલી કરવવામાં આવે. જો તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહિ થાય તો સ્થાનિક લોકોએ નાછુટકે અંદોલનના માર્ગે જવું પડશે તેવું હ્યુમન રાઇટ્સ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ
જણાવ્યું છે.