ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લા એલ.સી.બી ટીમ મૂળી પંથકમાં પેટ્રોલીંગમાં હોય તેવા સમયે કુકડા ગામ નજીક સીમ વિસ્તારમાં બાતમીના આધારે વોચ ગોઠવી ઊભા હોય તેવા સમયે એક શંકાસ્પદ કિયા કાર નજરે પાડતાં કાર ઊભી રાખવા માટેનો પ્રયત્ન હાથ ધરતાં કાર ચાલકે કાર ભગાડી થોડે દૂર કાર મૂકી નાશી છૂટ્યો હતો જ્યારે એલ.સી.બી ટીમે કારને આતરી લઇ અનાદર તપાસ કરતા એક ચોરખનું બનાવેલ હોય જેમાં જુદા જુદા બ્રાન્ડના મોંઘીડાટ વિદેશી દારૂની બોટલ નંગ 58 કિંમત 94400 /- રૂપિયાની મળી આવી હતી આ સાથે કિયા કાર જીજે 1 કે વી 9155 નબર વાળી કિંમત 5,00,000/- રૂપિયા વાળી એમ કુલ 5,94,400/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી નાશી ગયેલ કાર ચાલક વિરૂદ્ધ મૂળી પોલીસ મથકે ગુન્હો નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.
મૂળીના કુકડા ગામ નજીક કારના ચોરખાનામાંથી બ્રાન્ડેડ વિદેશી દારૂ ઝડપાયો
