કોલસામાં ભેળસેળ કરવા માટે જાલી ગામના બોર્ડ નજીક આખું કારખાનું ઉભુ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
સુરેન્દ્રનગર જિલ્લામાં થતાં ગેરકાયદેસર કોલસાના વેપલાનો ધંધો ઓછો પડતાં હવે ગેરકાયદેસર કોલસામાં ભેળસેળ કરવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે સોનગઢ ગામના ખારા વિસ્તારમાં ખાનગી માલિકીની જમીન પર ગેરકાયદેસર રીતે કોલસાનું ઓપન કટીંગ ખનન ચાલી રહ્યું છે આ ખનન દરમિયાન નીકળતો કોલસો મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા ખાતે લઇ જવામાં આવે છે. જ્યાં કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી આવતો વિદેશી કોલસો જેને પેટકોક કહેવામાં આવે છે આ કોલસા સાથે થાનગઢના ગેરકાયદેસર કોલસાને ભેળસેળ કરાય છે. મુન્દ્રાથી આવતો પેટકોક કોલસાનો ભાવ આશરે 12,000 રૂપિયા પ્રતિ ટન છે જેની સામે થાનગઢના ત્રણ હજાર રૂપિયા પ્રતિ ટન કોલસાને ભેળસેળ કરી દરરોજ લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવે છે. મુન્દ્રાથી આવતા પેટકોક કોલસો એક વાહનમાં 26 ટન જેટલો ભરીને આવે છે જેમાંથી બર હજારના ભાવનો અડધો અડધ કોલસો ઉતારી લઈ ત્રણ હજારના ભાવનો કોલસો ભેળસેળ કરી મોકલી દેવામાં આવે છે. આ પ્રકારે ચાલતા કૌભાંડમાં પેટકોક કોલસો ભરીને આવતા એક વાહનમાંથી 13 ટન કોલસો ઉતરી તેમાં થાનગઢનો કોલસો મિક્ષ કરી એક વાહન દીઠ 1.17 લાખનું કામ ઉતરાય છે અને આ પ્રકારની દરરોજ લગભગ 60 વાહનો પેટકોક કોલસામાં ભેળસેળ કરવાનુશ કામગીરી અહી થઈ રહી છે. આ આખુંય ષડયંત્ર થાનગઢથી હેન્ડલ કરવામાં આવે છે. એટલે કે પેટકોક કોલસાના ભેળસેલ પ્રકરણમાં દરરોજ લાખોની કમાણી કરવાના આવી રહી છે. જોકે આગાઉ આ પ્રકારના કોભાંડ મોરબી જિલ્લામાં ચારથી પાચ સ્થળો પર ચાલતા હતા જેમાં અગાઉ ગાંધીનગર એસ.એમ.સી દ્વારા બે સ્થળો પર દરોડો કરાયો હતો. પરંતુ હજુય આ પ્રકારનું કૌભાંડ યથાવત જોવા મળે છે.
- Advertisement -
પેટકોક કોલસા સત્તે ભેળસેળ કરવાનું કારસ્તાન ચાલતું સ્થળ
થાનગઢ – વાંકાનેર રોડ પર આવેલા સરધારકા ગામના બોર્ડથી આગળ જતાં જમણી તરફ જાલી ગામના બોર્ડ નજીક આવેલ રામાપીરના મંદિરની બાજુમાં આવેલા ડેલામાં કોલસાના ભેળસેળ પ્રકારનું આખુંય કારસ્તાન ચલાવાય છે.
પેટકોક કોલસામાં ભેળસેળ કરવા માટે આખું કારખાનું ઉભુ કરાયું છે
- Advertisement -
મુન્દ્રાથી આવતા પેટકોક કોલસામાં થાનગઢના કોલસાને ભેળસેળ કરવા માટે આખું કારખાનું ઉભુ કરાયું છે જેમાં થાનગઢના કોલસાને પેટકોક કોલસાની માફક દર્શાવવા માટે આખોય પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે.