બંને જૂથો દ્વારા સામસામે 14 વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડતા હોવાનું વારંવાર નજરે પડે છે તેવામાં સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર આવેલી ચાની હોટેલ પર એક જ સમાજના બે જૂથો વચ્ચે થયેલ માથાકૂટમાં બનાવ બાદ સમાધાન થયું હતું છતાં બંને જૂથો દ્વારા એક બીજાની કાર પર હુમલો કરી તોડફોડ કરતા આ માથાકૂટમાં ફાયરિંગ થયું હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે આ મામલે બંને પક્ષ દ્વારા સામસામે કુલ 14 વિરૂદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના 80 ફૂટ રોડ પર રહેતા જયેશ મોતીભાઈ ભાડકા પોતાના કુટુંબી ભાઈ મહેશભાઈ લક્ષ્મણભાઈ ભડકા સાથે કેટલાક શખ્સો માથાકુટ કરતા હોવાની જાણ થતાં જ જયેશભાઇ કુટુંબી ભાઈના ઘરે જતા મૌલિક ઉર્ફે શનિભાઈ વાજાભાઈ ખાંભલા, નાનુભાઈ વજાભાઇ કલોતરા, વિરમભાઇ નાનુભાઈ કલોતરા તથા લાખાભાઇ નાનુભાઈ કલોતરા દ્વારા લાકડી સાથે કાર લઈને આવી જઈ હુમલો કરવા લાગ્યા હતા અને પાર્ક કરેલી બ્રેજા કારમાં નુકશાન પહોચાડી નાશી ગયા હતા. જેથી મહેશભાઈ દ્વારા ચારેય હુમલાખોર વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો હતો. આ તરફ નાનુભાઈ વજભાઈ કલોતરા દ્વારા પણ અગાઉ થયેલ માથાકુટ અંગે સમાધાન થયું હોત અને જે બાદ પોતાની કાર લઈને જતા હોય તેવા સમયે સંજય લક્ષ્મણભાઈ ભાડકા, મહેશભાઈ લક્ષ્મણભાઈ ભાડકા, ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ ભાડકા, લક્ષ્મણભાઈ દેવશીભાઈ ભાડકા, આશિષભાઈ મહેશભાઈ ભાડકા, શનીભાઇ મહેશભાઈ ભાડકા, નીરવભાઈ સંજયભાઈ ભાડકા, ગોપાલભાઇ જગદીશભાઈ ભાડકા, વિરમભાઇ જગદીશભાઈ ભાડકા તથા જયેશભાઇ મોતીભાઈ ભાડકા દ્વારા કાર પર લાકડી લઈ હુમલો કરી કારના કચ્છ ફોડી નાખી બંધુક વડે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જોકે સદનસીબે ફાયરિંગમાં ઈજા પામી ન હતી જેથી નાનુભાઈ કલોતરા દ્વારા હુમલો તથા ફાયરિંગ કરનાર તમામ વિરૂદ્ધ ગુન્હો નોંધાવતા સિટી બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.