જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનો ખરાખરીનો જંગ જામ્યો
1 ફેબ્રુઆરીના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, ચૂંટણી શાખા ઉપર વધશે ભારણ
- Advertisement -
કોને ટિકિટ મળશે તેની દુકાને અને ચોરાએ ભારે ચર્ચાઓ જાગી
ટિકિટ મળવાની આશાએ અનેક લોકોએ ડોક્યુમેન્ટ તૈયાર કરી રાખ્યા
ભાજપ-કોંગ્રેસના મૂરતિયા જાહેર થયા બાદ પક્ષની પરીક્ષા શરૂ થશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. સમગ્ર ગુજરાતમાં હાલ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પર સૌકોઇની નજર છે કારણ કે એક માત્ર મહાનગર પાલિકાની ચૂંટણી જૂનાગઢમાં યોજાઇ રહી છે. મહત્વાની વાત એ છે કે હવે માત્ર બે દિવસ જ ફોર્મ ભરવાના બાકી રહ્યા છે છતાં પણ ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી પરંતુ આજે રાત અથવા સાંજ સુધીમાં તો ઉમેદવાર જાહેર થઇ જાય તેવુ નક્કી છે કારણ કે, 1 ફેબ્રુઆરી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે બીજી બાજુ જૂનાગઢ શહેરમાં દુકાનો હોય કે ચોક હોય દરેક જગ્યાએ કોને ટીકીટ મળશે તેની ચર્ચા ચાલી રહી છે. બીજી બાજુ ટીકીટની માંગણી કરનાર દરેક લોકોે ડોક્યુમેન્ટ તૈયાર કરી રાખ્યા છે. છેલ્લી ઘડીએ કોનું નામ જાહેર થાય તે કહેવુ મુશ્કેલ છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી હાલ ચર્ચામાં છે સોશ્યલ મિડીયા હોય કે, અખબારો હોય દરેક જગ્યાએ જૂનાગઢની ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને સોશ્યલ મિડીયામાં જૂનાગઢમાં થયેલા ભ્રષ્ટચારો અને ન થયેલા વિકાસના કામોની ભારે ચર્ચા થઇ રહી છે. તેમજ જૂનાગઢના વોર્ડ નં.5ાંચમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે. આગામી દિવસોમાં આ સ્થિતિથી વધુ વિકટ બને તેવુ લાગી રહ્યુ છે પરંતુ હાલ મુદ્દા જૂનાગઢ મહાનગરપાલિકામાં ટીકીટ કોને મળશે તે મુદ્દો છે. 1 ફેબ્રુઆરીના છેલ્લો દિવસ ત્યારે ભાજપ કે કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી. પરંતુ બંને પક્ષના ઉમેદવારોએ તૈયારી તો કરી લીધા છે કેટલાક લોકોને તો ખાનગી રીતે કહી દેવામાં આવ્યુ હોય તેવી પણ ચર્ચા ચાલી રહી છે. તેમજ સેન્સ વખતે ટીકીટ માંગનાર લોકોએ ડોકયુમેન્ટ પણ એકઠા કરી લીધા છે. નામ જાહેર થવાની ઘડીઓ ગણાય રહી છે. ત્યારે આજે મોડી સાંજ અથવા મોડી રાત સુધીમાં ભાજપ-કોંગ્રેસના નામ જાહેર થવાની પુરી સંભાવના છે. આવતીકાલ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આજે નામ જાહેર થયા બાદ બંને પક્ષની પરીક્ષા થવાની છે કારણ કે, ટિકીટ માંગનાર કાયકર્તાઓની સંખ્યા વિશાળ છે અને ટિકીટ માત્ર બંને પક્ષ મળી 120ને આપશે જેને કારણે અનેક કાર્યકર્તાઓ નારાજ થશે રોષે ભરાશે અને વિરોધ કરશે ત્યારે ભાજપ અને કોંગ્રેસની આજે પરીક્ષા થશે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની ચર્ચાઓ ચાલી રહી છે. લોકો પોતાની વિવેક બુઘ્ધીથી ચૂંટણીની ચર્ચાઓ કરી રહ્યા છે હાલ તો કોને ટીકીટ મળશે તેની ચર્ચા ચાલી રહી છે.
નામ જાહેર થયા બાદ કડાકા ભડાકાના એંધાણ
ભાજપ અને કોંગ્રેસે હજુ નામ જાહેર કર્યા નથી છેલ્લી ઘડીએ નામ જાહેર કરવાનું હેતુ એવો હોઇ શકે કે, વિરોધને ડામી શકાય પરંતુ નામ જાહેર થયા બાદ ભાજપ અને કોંગ્રેસમાં કડાકા ભડાકા થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે જ્ઞાતિ મુજબ વરર્ગીકરણના કારણે અનેક કાર્યકરર્તાઓ નારાજ થવાની શકયતાઓ છે. ત્યારે આજે નામ જાહેર થયા પછી ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ સામે આવે તેવી પુરી શકયતાઓ છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસે આ રોષને ઠારવા વ્યુહ રચના બનાવી રહી છે ભાજપ પાસે હજુ હોદાઓની વરણી બાકી હોય કાર્યકર્તાઓને હોદાના લોલીપપ આપે એવુ પણ બની શકે.