ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.31
ગીર સોમનાથ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરી ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા ખનીજના ગેરકાયદેસર વહન બદલ બે ડમ્પરને પકડી અંદાજીત રૂ. 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.ખનીજના ગેરકાયદેસર વહન બદલ વેરાવળ તાલુકાના ઇન્સાફ કાંટા ખાતેથી એક ડમ્પર તેમજ સોમનાથ બાયપાસ ખાતેથી એક ડમ્પર સાદી રેતીના ગેરકાયદેસર વહન બદલ પકડવામાં આવ્યાં હતાં.આ તમામ મુદ્દામાલ કલેક્ટર કચેરી ક્મ્પાઉન્ડ, ઇણાજ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
ગિર સોમનાથ ખાણ-ખનીજની ક્ષેત્રીય ટીમ દ્વારા અંદાજીત રૂ.40 લાખનો મુદ્દામાલ જપ્ત
