અમેરિકામાં વ્હાઇટ હાઉસ પાસે એક મોટી વિમાન દૂર્ઘટના ઘટી છે. વિમાનમાં 60 લોકો સવાર હતા. આ પ્લેન અમેરિકાના કેન્સાસ સિટીથી વોશિંગ્ટન જઈ રહ્યું હતું.
એરપોર્ટ ઈમરજન્સી બંધ કરી દેવામાં આવ્યું
- Advertisement -
તે કેનેડિયન એરનું વિમાન હતું. જો કે, હાલ એરપોર્ટ પર તમામ ઉડાન અને લેન્ડિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. વિમાનોનો કાટમાળ હાલ પોટોમેક નદીમાં છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. જે હેલિકોપ્ટર સાથે પ્લેન ટકરાયું તે યુએસ આર્મીનું હેલિકોપ્ટર બ્લેકહોક (H-60) હતું. અકસ્માત બાદ રીગન નેશનલ એરપોર્ટ ઈમરજન્સી હેઠળ બંધ કરી દેવામાં આવ્યું છે.
સેનાના હેલિકોપ્ટર સાથે પ્લેન અથડાયું હતું
આ અકસ્માત એરપોર્ટ પર ઉતરતા પહેલા જ થયો હતો. મિલિટરી હેલિકોપ્ટર અને પ્લેન વચ્ચે અથડામણને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. લશ્કરી હેલિકોપ્ટર અચાનક કેવી રીતે ત્યાં પહોંચ્યું? લશ્કરી હેલિકોપ્ટરમાં કોણ હતું? ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ નજીક એરસ્પેસમાં બનેલી ઘટનાની તપાસ કરશે.