પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને કાર રોકીને દારૂનો જથ્થો કબ્જે કર્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
શહેરના દાતાર રોડ પર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂની 384 બોટલ સાથે કાર પકડી જોષીપરા, ટીંબાવાડીના શખ્સની અટક કરી 2,43,400નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બી.બી.કોળીના માર્ગદર્શમાં પીએસઆઇ વાય.એન.સોલંકીની ટીમ શહેરમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન દાતાર રોડ પર એક કાર શંકાસ્પદ જતી જણાતા ફિલ્મી ઢબે પીછો કરી સરદારના બાવલા પાસે કોર્ડન કરી કારને રોકી હતી. તલાસી લેતા કારમાંથી રૂા.38,400ની કિંમતના 384 બોટલ મળી આવતા જોષીપરામાં ખલીલપુર રોડ પરહેતો 38 વર્ષીય સતીષ શશીકાંત કયાડા અને ટીંબાવાડી મંગલ ધામમાં રહેતો 35 વર્ષીય વિમલ કાંતિ પંડ્યાની ધરપકડ કરી દારૂ કાર મોબાઇલ સહિત કુલ રૂા.2,43,400નો મુદ્દામાલ કબ્જે લઇ દારૂનો પુરો પાડનાર જૂનાગઢના સમીર હાસમ પટણી ઉર્ફે કાલી વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.