પ્લેબેક સિંગર મયુર બુદ્ધદેવ અને તેમની ટીમે વહાવેલા ભક્તિરસમાં લોકો તરબોળ
મિલન કોઠારી અને ટીમનું ધમાકેદાર આયોજન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
રાજકોટની સામાજિક સંસ્થા મધુરમ કલબ (એ ફેમિલી કલબ) દ્વારા યોજાયેલા શ્રીનાથજીની ઝાંખીના અદભુત કાર્યક્રમને શહેરનાં પ્રબુદ્ધ નાગરિકોએ માણ્યો હતો અને ભક્તિરસમાં તરબોળ થયા હતા. રૈયા રોડ ઉપર આવેલા પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મયુર બુદ્ધદેવ અને તેમની ટીમેં ભક્તિ રસમાં લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમનાં પ્રારંભે શ્યામ રૂપારેલીયાએ ગણપતિ સ્તુતિ રજૂ કરી હતી. શ્યામ રૂપારેલીયા મુંબઈ ખાતે નરસી મુનજી ખાતે ક્લાસિકલ વોકલમાં સ્નાતકનો અભ્યાસ કરી રહ્યા છે. તેમની પ્રસ્તુતિ પણ અદભૂત રહી હતી. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય જાણીતા બિલ્ડર કિરણભાઈ રૂપારેલ, સુશ્રુત હોસ્પિટલનાં ડો. એમ.વી.વેકરિયા, રઘુવંશી અગ્રણી અમિતભાઈ રૂપારેલીયા,જિલ્લા ભાજપના અગ્રણી રાજુભાઈ ધારૈયા,બાલાભાઈ પોપટ, કિરીટભાઈ ઘેલાણી, જાણીતા સી.એ.હરેનભાઈ પોપટ, અરીહંત ઇન્વેસ્ટમેન્ટનાં મેહુલભાઈ રવાણી અને ચત્રભુજભાઈ વિઠલાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
પ્લેબેક સિંગર મયુર બુદ્ધદેવ, રુચા પંડ્યા અને તેમની ટીમે છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ, શ્રીકૃષ્ણ શરણમમ: સહિતના ભક્તિ ગીતો રજુ કર્યા હતા અને વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.
આ કાર્યક્રમમાંનું શબ્દોથી સચલાન શાસ્ત્રીજી ભાવેશભાઈ પંડ્યા કરેલ હતું. મ્યુઝીક પ્રશાંત સરપદરિયાનું હતું જયારે રીધમ ઉપર કેયુર બુદ્ધદેવ, હાર્દિક કાનાણી, રાજેશ લીંબાચિયા, હિતેશ ગોસ્વામી અને આર્યન ઉપાધ્યાય રહ્યા હતા. ડાન્સ ગ્રુપ રાકેશ કડિયાનું હતું જયારે સ્ટેજ સેટઅપ ચિરાગ સચદેએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં મનોરથી તરીકે સુરેશભાઈ કનેરિયા, મૌલેશભાઈ ઉકાણી, યોગેશભાઈ પુજારા, ગુણવંતભાઈ ડેલાવાળા,જીતુભાઈ ચદારાણા ડાયાભાઇ ડેલાવાળા, જયંતભાઈ સેજપાલ, ચમનભાઈ લોઢીયા, ડો. એમ.વી.વેકરિયા, નરેન્દ્રભાઈ પાલા, રાજુભાઈ પોબારુ, ભાવેશભાઈ પટેલ, અમિતભાઈ રૂપારેલીયા, ડો. હેમાંગ વસાવડા, હર્ષદભાઈ રૂપારેલિયા, પરેશભાઈ વાઘાણી,કિરીટભાઈ પટેલ, પ્રભુદાસભાઈ પારેખ, કેયુરભાઈ રૂપારેલ, કલ્પેશભાઈ પલાણ, મનોજભાઈ અનડકટ, પ્રદ્યુમનભાઈ તન્ના, જયેશભાઈ પાલા, અરવિદભાઈ પાટડીયા, પ્રદીપભાઈ મણિયાર, દિપેશભાઇ વિઠલાણી, સંદીપભાઈ કલ્યાણી, ચત્રભુજભાઈ વિઠલાણી, દીપકભાઈ રાજાણી, જીતુલભાઈ કોટેચા, ધર્મેશભાઈ જીવાણી, રાજુભાઈ ધારૈયા . કિરીટભાઈ ઘેલાણી હિતેશભાઈ દોશી, વિશાખાબેન વસાણી, નયન અને વિશાખા જીવરાજાની, શીલ્પાબેન પુજારા, માલાબેન પાઠક હતા.
- Advertisement -
આ કાર્યક્રમનું આયોજન મધુરમ કલબના ચેરમેન ડો. હેમાંગ વસાવડા, વાઈસ ચેરમેન મિલન કોઠારી, પ્રમુખ હર્ષદ રૂપારેલીયા, ઉપપ્રમુખ પરેશભાઈ વાઘાણી, સેક્રેટરી આશિષ મહેતા અને અમિત ભીંડે તથા ખજાનચી સંદીપ કલ્યાણી વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંકલન મધુરમ કલબ પરિવારની ભાવિ પેઢી અને ઇન્ફિનિટિ સ્ટુડિયોઝ પ્રોડક્શનના પ્રિયાંશ આશિષ મહેતાએ કર્યું હતું. કાર્યક્રમ માં દરેક આવનાર ભાવિકોને દાવત બેવરેજીસ તરફથી કોલ્ડ્રિક્સ અને પાણીની બોટલ તેમજ પ્રસાદ આપવામાં આવેલ હતો.આ ઉપરાંત કમિટી મેમ્બર્સ ડો. મનીષ ગોસાઈ, જીતુભાઈ પીઠડીયા, પરેશભાઈ જનાણી, મનીષભાઈ કક્કડ, નયન જીવરાજાની, પ્રદ્યુમન તન્ના, પ્રદીપભાઈ મણિયાર, વિરાજભાઈ દવે, મિલન ત્રિવેદી, પ્રિયાંશ મહેતા, પુષ્પાબેન રાઠોડ, માયાબેન મણિયાર, પ્રતિમાબેન વ્યાસ, રમાબેન હેરભા, કૃષા ભીંડે, રત્નાબેન સેજપાલ, માલાબેન પાઠક, વિશાખા વસાણી અને રિયા કલ્યાણી, દીપુદીદી, હિતેષભાઇ દોશી વગેરેએ કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ મહેમાનો શબ્દોથી સ્વાગત પુષ્પાબેન રાઠોડ કરેલ તેમજ સંસ્થા દ્વારા થતી પ્રવુતિઓની માહિતી પ્રમુખ હર્ષદભાઈ રૂપારેલિયા આપેલ હતી. સમગ્ર કાર્યક્રમ માં ઉપસ્થિત મહાનુભૂવોનું પુષ્પ ગુચ્છ થી સ્વાગત મધુરમ ક્લબ પરિવારના હોદેદારો દીકરીઓ એ કરેલ હતું, સમગ્ર આયોજનમાં ઉપેણો પહેરાવી મહેમાનનુ વિશેષ અભિવાદન સંસ્થાના ડો હેમાંગભાઈ વસાવડા અને મિલન કોઠારી દ્વારા કરવામાં આવેલ હતું..



