મુખ્યમંત્રીની સાથે સી.આર.પાટીલ – રજની પટેલ ત્રિપુટી જ ચૂંટણી પાર પાડશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ તથા મહામંત્રી શ્રી રજની પટેલ સુકાન સંભાળશે જયારે સંગઠન મહામંત્રી શ્રી રત્નાકર પક્ષની આંતરિક બાબતો જોશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં જે રીતે ભાજપે એક બાદ એક સફળતા મેળવી છે તે પછી હવે રાજયના નેતૃત્વમાં પક્ષનો વિશ્ર્વાસ વધી ગયો છે અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલ અને રજની પટેલ જેવા લાંબા સમયથી ‘કમલમ’ની જવાબદારી સંભાળે છે.
તેઓને જ ઉમેદવાર પસંદગીની ચૂંટણી વ્યુહો નિશ્ર્ચિત કરવા માટે જણાવી દેવાયુ છે અને તા.1 બાદ તેઓ પ્રચારમાં પણ જોડાઈ જશે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સ્ટાર પ્રચારક હશે.



