26મી જાન્યુઆરી પહેલા જ રૂરલ એસઓજીની સતર્કતા
સોહિલહુસેન યાકુબઅલી, રોપીનહુસેનને ઝડપી પાડ્યા
- Advertisement -
કોઇપણ આધાર પુરાવા વગર જ ભારતમાં રહેતા હતા
બે મહિના પહેલા બોમ્બરા બોર્ડરથી એજન્ટ મારફતે જંગલના રસ્તેથી ભારતમાં ઘુસ્યા હતા, કોલકાતાના બોંગાથી હાવડા એક્સપ્રેસમાં અમદાવાદ અને ત્યાંથી રાજકોટ આવ્યા હતા
26મી જાન્યુઆરી પહેલા જ રૂરલ એસઓજીની સતર્કતાથી રાજકોટ જિલ્લાના પડધરીમાંથી બે બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાયા છે. સોહીલહુસેન અને રિપોન હુસેન જિલ્લાના પડધરી ખાતે ભાડાની ઓરડીમાં રહેતા હતા. પ્લાસ્ટિક કંપનીમાં મજૂરી કરતા હતા. બે મહિના પહેલા બોમ્બરા બોર્ડરથી એજન્ટ મારફતે જંગલના રસ્તેથી ભારતમાં ઘુસ્યા હતા, કોલકાતાના બોંગાથી હાવડા એક્સપ્રેસમાં અમદાવાદ અને ત્યાંથી રાજકોટ આવ્યા હતા.
- Advertisement -
આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, રાજકોટ જિલ્લા એસપી હિમકર સિંહએ તા.26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વે આમ નાગરીકો નિર્ભયપણે તહેવારની ઉજવણી કરી શકે. કોઈ અઘટીત ઘટના ન બંને તે માટે એસઓજી સહિતની ટિમોને સતર્ક રહેવા સૂચના આપાઈ હતી.
જેથી રાજકોટ ગ્રામ્ય એએચટીયુના પીઆઇ એમ. જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ હેડ.કોન્સ. મયુરભાઇ વિરડા તથા મનોજભાઇ બાયલ પેટ્રોલીગમાં હતા ત્યારે બંન્ને પોલીસ કર્મચારીને હકિકત મળેલ. તે આધારે એસઓજી શાખાના પીઆઇ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.સી.મિયાત્રા અને તેની ટીમે પડધરી તાલુકાના રંગપર ગામના પાટીયા પાસે મારૂતી સોસાયટી બ્લોક નં.3માં તપાસ કરતા બે બાંગ્લાદેશી ઘુસણખોર મળી આવેલ. બંનેએ પોતાના નામ (1) સોહિલહુસેન યાકુબઅલી (ઉવ.30 મુળ વતન મોનીરામપુર જોસર થાના મોનીરાપુર જી.જોસર રાજધાની ઢાંકા, બાંગ્લાદેશ) (2) રીપોનહુસેન અમીરૂલઇસ્લામ (ઉવ.28 મુળ વતન મોનીરામપુર જોસર થાના મોનીરાપુર જી.જોસર રાજધાની ઢાંકા, બાંગ્લાદેશ) હોવાનું જણાવેલ. અહીં તેઓ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રંગપર ગામના પાટીયા પાસે મારૂતિ સોસાયટી ભુપત ભરવાડના મકાનમાં ભાડેથી રહેતા હતા.
બંનેની ઉંડાણપુર્વક પુછપરછ કરતાં તેઓ પાસે ભારતીય નાગરિક તરીકેનો આધાર પુરાવાઓ નહી હોવાનું જણાવતાં અને તેઓ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી અહીયાં આવેલ હોવાનું જણાવતા નજર કેદ કરવામાં આવેલ અને બંને હાલ મજૂરી કરવા આવ્યા હોવાનું જણાવે છે પણ તેઓ કોઈ ગુન્હાહીત દેશ વિરોધી પ્રવૃતિ સાથે સંકળાયેલ છે કે કેમ? બંનેએ ભારતમાં ખરેખર ક્યાં હેતુથી ઘુસણખોરી કરેલ છે. તે દિશામાં તપાસ ચાલું છે. પડધરી પોલીસે જાણવા જોગ દાખલ કરી છે. રેન્જ આઇજી, ડીજીપીને રિપોર્ટ કરાયો છે. સંબંધિત સૂરક્ષા એજન્સીઓને પણ જાણ કરાઈ છે.
આ કામગીરી પીઆઇ એફ.એ.પારગી, પીએસઆઇ એમ.જે.ચૌધરી, બી.સી.મિયાત્રા, પી.બી.મિશ્રા, એ.એસ.આઇ. અતુલભાઈ ડાભી, જયવિરસિંહ રાણા, અમીતભાઈ કનેરીયા, ઇન્દ્રસિંહ જાડેજા, સંજયભાઇ નીરજની તથા પો.હેડ.કોન્સ.વિજયભાઈ વેગડ, શીવરાજભાઈ ખાચર, હિતેષભાઈ અગ્રાવત, અરવિંદભાઇ દાફડા, પ્રહલાદસિંહ રાઠોડ તથા પો.કોન્સ વિજયગીરી ગોસ્વામી, ચીરાગભાઇ કોઠીવાર, ઘુભાઇ ઘેડ, હેડ.કોન્સ.મયુરભાઇવિરડા, મનોજાભાઇ બાયલ દ્વારા કરવામાં આવી હતી.