રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા તથા અધિક પો.કમી.મહેન્દ્ર બગડીયા તથા નાયબ પો.કમી.જગદીશ બાંગરવા તથા મદદનીશ પો.કમી.બી જે ચૌધરી ના માર્ગદર્શન હેઠળ પો. ઈન્સ. આર જી બારોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ની સૂચનાથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હાલ મકરસંક્રાતિનો તેહવાર નજીક આવતો હોય જેથી ચાઇનીઝ દોરા નો ઉપયોગ ન કરવો તેમજ પતંગ ચગાવતી વખતે ધાબા ઉપર ધ્યાન રાખવું અને પતંગ લૂંટવા ભાગ દોડ નાં કરવી.અને સાયકલ અથવા બાઈક ચલાવતી વખતે દોરાથી બચવા સેફ્ટી બેલ્ટ બાંધવો અથવા વાહન પર સેફ્ટી ગાર્ડ લગાવવા સુચના કરવામાં આવી તેમજ દોરીનું વેચાણ કરતા વેપારીઓને ચાઈનીઝ દોરી તેમજ ચાઈનીઝ તુક્કલ ઉપર પ્રતિબંધ ફરમાવેલ હોય જેથી ચાઈનીઝ દોરી તેમજ ચાઈનીઝ તુક્કલ વેચવું નહીં તેમજ ખરીદવું નહીં અને જો કોઈ વેચતું હોય તો પોલીસને જાણ કરવા માટે સૂચના કરવામાં આવ્યું હતું.
A-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉત્તરાયણને લઈને ચેકિંગ
Follow US
Find US on Social Medias