જિલ્લા પંચાયત પ્રમુખના ઈશારે કામગીરી થતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ
કિસાન સંઘ અને ખેડૂતો લાલઘૂમ થતા અંતે સામેની સાઈટ પર કામગીરી શરૂ
- Advertisement -
બગડુથી પ્રભાતપુર ગામ વચ્ચે વરસાદી પાણી નિકાલ માટે ખોદકામ થતા ખેડૂતો પરેશાન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢ જિલ્લાના બગડુથી પ્રભાતપુર ગામ વચ્ચે વરસાદી પાણીના નિકાલ માટે આર એન્ડ બી દ્વારા પોલીસ તંત્રને સાથે રાખીને સ્થળ પર પોહચી ગયા હતા અને રોડની સામે થવાની કામગીરીના બદલે રોડની બીજી બાજુની સાઈડ પર જેસીબી મશીનથી ખોદકામ કરીને ખેડૂતોના ચાર ખેતરના ઉભા પાકને નુકશાની થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે ખેડૂત પુત્ર અને એડવોકેટ પ્રફુલભાઈ મોણપરિયાએ જણાવ્યું હતું કે, આ જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમરના ઈશારે કામ થઇ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો અને સામે રોડની સાઈડ પર તેમના સગા સંબંધીનો હોવાનો લીધે આ કામગીરી થતી હોવાનો આક્ષેપ કર્યો હતો જયારે આ ખેડૂતોના ખેતરની રોડ સાઈડથી ત્રણ થી ચાર ફૂટ ઉભા પાકમાં ખોદાયેલ માટી નાખતા ખેડૂતોને નુકશાની થતા ભારતીય કિશાન સંઘના સંયોજક મનસુખ પટોળીયાએ પણ કલેકટરને લેખિત પત્ર લખીને નિયમ વિરુદ્ધ કામગીરી થતી હોવાની ફરિયાદ કરી છે.જયારે આ ફરિયાદ થતા અંતે ત્યાર બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને રોડની સામેની સાઈડ પર ખોદવાની કામગીરી શરુ કરવામાં આવી હતી તેમ પ્રફુલભાઈએ જણાવ્યું હતું પણ એક દિવસ પેહલા ખેડૂતોના સમજાવ્યા છતાં ચાર ખેડૂતોના ખેતર ખોદી નાખતા તેનું શું અને ખેતી પાકને નુકશાન કર્યું તેનો જવાબ ખેડૂતો માંગી રહ્યા છે.
એડવોકોટે અને ખેડૂત પુત્ર પ્રફુલભાઈ મોણપરિયાએ વધુ કહ્યું હતું કે, બગડુથી પ્રભાતપુર વચ્ચે વરસાદી પાણીના નિકાલ માટે રોડની ડાબી સાઈડ પર ખોદીને વરસાદી પાણીના નિકાલ માટે મામલતદારે 1987માં હુકમ કરેલ છે.છતાં તેના વિરુદ્ધ કામગીરી કરવામાં આવી હોવાની સ્થળ પર ફરિયાદ કરી ત્યારે અન્ય એક ખેડૂત જયેશભાઇ વણપરીયાએ જણાવ્યું હતું કે, જે ચાર ખેતરના ખેડૂતના ખેતર રોડ સાઇડમાંથી ખોદી નાખીને માંટી ખોદીને ક્યાં ગઈ તે પણ સમજાતું નથી ક્યાંક માંટી વેચાઈ ગઈ હોઈ તેવા આક્ષેપ કર્યા હતા પેહલાજ જો સમજીને કામગીરી કરવામાં આવી હોત તો આજે જે ચાર ખેતરને ખોદીને જે નુકશાન કર્યું છે.તે નુકશાની ભરપાઈ કોણ કરશે. બગડુથી પ્રભાતપુર પૂર જતા માર્ગ પર વરસાદી પાણી ભરાવાને લીધે ખેતી પાકને નુકશાન થવાને મામલે રોડની એક સાઈડ પર ખોદકામ કરીને કામગીરી કરવાને બદલે રોડની બીજી સાઈડ પર કામગીરી શરુ કરી દેવામાં આવી હતી સ્થળ પર ખેડૂતોએ અધિકારીને સમજાવ્યા હતા પણ છતાં ચાર ખેડૂતોના ખેતર રોડ સાઈડથી ખોદી નાખતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.અંતે હવે આર એન્ડ બી ના અધિકારીઓને સમજાયું હશે કે આ નિયમ વિરુદ્ધ કામગીરી થઇ રહી છે ત્યારે હવે ચાર ખેતર ખોદયા બાદ હવે સામે કામગીરી શરુ કરતા હવે ખેડૂતો પૂછે છે કે તો માટી ક્યાં ગઈ તેવા સવાલો ઉભા કર્યા છે.
- Advertisement -
ભારતીય કિસાન સંઘના સંયોજક મનસુખભાઇ પટોળીયાએ કલેકટરને પત્ર લખીને રજૂઆત કરતા જણાવ્યુ હતુ કે, જૂનાગઢ તાલુકાના બગડુ ગામથી પ્રભાતપુર ગામ સુધીના માર્ગમાં જે વરસાદના પાણીના નિકાલ નથી થાતો ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતા-પાક નથી પાકતો માટે ખેડૂતોએ અગાઉ રજૂઆત કરેલ હતી જેનાથી આપની કચેરી મારફતે વિભાગ સ્ટેટ કાર્યપાલક ઇજનરે દ્વારા ખેડૂતોને અગાવ પણ કહેલ કે તમે અરજીકરી છે તેના જ ખેતરમાં ગટર ગાળવી છે જે અમારી રજૂઆત છે તે અમારે ખુલ્લુ નથી કરાવવુ તે કહેવા પ્રમાણે પોલીસના દબાણથી જે જગ્યાએ કાયદેસર પેસશકદમી છે 1ર મીટર ખુલુ કરવાને બદલે રોડની રીઝવર રાખેલ 4 ફુટ જમીનમાં ગટર કરેલ છે ને ખેડૂતોના ખેતરમાં માટી નાખેલ છે ખેડૂતોના ઉભા પાક જડમુળમાંથી ઉખેડી નાખેલ છે જે નુકશાન ખેડૂતોને કરેલ છે નિયમ વિરૂઘ્ધની કાર્યવાહી થયેલ છે તેની સામે પગલા લેવાની માંગ છે જો માંગ નહીં સંતોષાય તો ખેડૂતો ઉગ્ર આંદલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.