ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.6
આગામી તા.14 જાન્યુઆરી 2025 એ મકરસંક્રાંતિના પવિત્ર દિવસને દાનપુણ્ય માટે અતિ પવિત્ર દિવસ માનવામાં આવે છે. મકરસંક્રાંતિએ ભાવિકો વિવિધ પ્રકારની પૂજા, જેમ વિશેષ રૂપે ગૌ-પૂજન ગૌદાન સહિતના અનેક ધાર્મિક કાર્યો ધાર્મિક સ્થાનોમાં કરતા હોય છે. ત્યારે જેઓ તીર્થ સ્થાનોમાં રૂબરૂ નથી પહોંચી શકતા તેમના માટે દર વર્ષની જેમ આગામી મકરસંક્રાંતિએ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં સવારે 9 વાગ્યે ઓનલાઈન ગૌ-પૂજન નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે મકરસંક્રાતિ પર સવારે 11 વાગ્યે શ્રી સોમનાથ મહાદેવનો તલનો અભિષેક તેમજ સાયમ્ શ્રૃંગારમાં વિશેષ તલનો શૃંગાર કરવામાં આવશે. શ્રી સોમનાથ ટ્રસ્ટની ગીર ગૌશાળામાં 240 થી વધુ ગીર ગૌવંશનું પાલન સેવા અને સંવર્ધન કરવામાં આવે છે. ઉપરોકત ગૌ-સેવાનો લાભ લેવા ઈચ્છતા ભક્તોએ શ્રી સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ વિિંાંત://તજ્ઞળક્ષફવિં.જ્ઞલિ પરથી પોતાની સેવા નોંધાવી શકે છે. સંપર્ક મો.નં. 9426287638, 9426287639, 9428214915, 9426287659. ઉપરોકત સેવા નોંધાવનાર ભકતોને તેઓના મોબાઈલ નંબર પર ઝુમ એપની લીંક મોકલવામાં આવશે. આ લીંક મારફત તેઓ તા.14/01/2024 ના રોજ સવારે 9:00 વાગ્યે ઓનલાઈન ગૌ-પૂજનમાં જોડાઈ શકશે.
મકરસંક્રાંતિના દિવસે ગૌ-દાન, ગૌ-પૂજા જેવી નીચે પ્રમાણેની સેવાનો ભાવિકો લાભ લઈ શકશે
આપણા ધર્મશાસ્ત્રોમાં પણ ગૌમાતાનું પાલન અને પૂજનને શ્રેષ્ઠ માનવામાં આવે છે. હાલનાં ભાગદોડવાળા જીવનમાં તેમજ શહેરમાં રહેતા અનેક લોકો ગૌ-પાલન/પૂજન કરવા ઈચ્છતા હોવા છતાં કરી શકતા નથી. આવા અનેક ગૌ-ભક્તો ગૌપુજન, તેમજ પૂજન કરવાનો લ્હાવો લઈ શકે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની ગૌશાળામાં “એક ગીરગાય” દતક લઈ ગૌશાળા માં તેમના નિભાવ માટે માટે રૂા.31,000/- નું દાન દઈ શકાય છે. હાલ ટ્રસ્ટ પાસે 240 જેટલી ગીરગાય છે. મકરસંક્રાંતિએ ગૌદાન તેમજ દાન કરવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે ગૌ-દાન, ગૌ-પૂજા જેવી નીચે પ્રમાણેની સેવાનો ભાવિકો લાભ લઈ શકે છે.
31,000/- રૂા. ની સેવા નોંધાવી એક ગીર ગાયને દતક લેવાનો અવસર.
21,000/- રૂા. નોંધાવી એક દિવસ 240 ગાયના નિભાવ ખર્ચની સેવા.
1,100/- રૂા નોંધાવી પાંચ ગૌમાતા માટે એક દિવસની ઘાસ-ચારાની સેવા.
251/- રૂા.ની પૂજા નોંધાવી મકરસંક્રાંતિએ ઓનલાઈન ઝુમ એપ મારફત ગૌ-પૂજન કરવાનો લાભ લઈ શકે છે.