જવાબદારો સામે કડક કાર્યવાહી કરો, તા.4ના રેલી કાઢી વિરોધ પ્રદર્શન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
અમરેલીમાં યુવતી પર ગુનો દાખલ કરી રિહર્સલના નામે સરઘસ કાઢવાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વિસાવદરમાં આપ તથા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન આપી જવાબદારો સામે કાર્યવાહીની માંગ ઉઠાવવામાં આવી છે. આ ઉપરાંત આ બનાવના વિરોધમાં તા.4ના રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ભાજપના અંદરોઅંદરના ઝઘડામાં બનેલા બનાવ બાદ પોલીસ અને ભાજપના આગેવાનોવિવાદમાં સપડાયા છે એક યુવતિ સહિતનાઓ પર પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
- Advertisement -
ફરિયાદ બાદ રિહર્સલના નામે પોલીસ દ્વારા યુવતિનું પણ સરઘસ કાઢવામાં આવ્યુ હતુ. આ યુવતી સમગ્ર ગુનામાં નિદોર્ષ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અમરેલીમાં પાટીદાર સમાજના આગેવાનોની બેઠક યોજાઇ હતી અને તેમાં તાત્કાલીક યુવતિને છોડાવવાનો નિર્ણય થયો છે આ બનાવના ઘડતા ઠેકઠેકાણે પડી રહ્યા છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના તથા કોંગ્રેસના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી જવાબદારોસામે કાર્યવાહીની માંગ કરી છે.