અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલી હેર સલૂનમાં ખૂની ખેલ ખેલાયો
ગુનામાં ઉપયોગ કરાયેલી છરી ફ્લિપકાર્ડમાંથી મંગાવ્યાની કબૂલાત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વટવા વિસ્તારમાં બીબી તળાવ ચાર રસ્તા પાસેના કોમ્પલેક્ષમાં કલાપી હેર સલૂન નામની દુકાન ધરાવતા વસીમ અહેમદ ખલીફા ઉંમર વર્ષ 35 રહે. શાહીન પાર્ક, વટવા, અમદાવાદની આરોપી મોહિદખાન પઠાણ દ્વારા હત્યા કરવામાં આવતા, મરણ જનાર વસીમ એહમદ અન્સારહુસેન ખલીફાના ભાઈ મોહમ્મદ મોહસીન અન્સાર હુસેન ખલીફાએ વટવા પોલીસ સ્ટેશન ખાતે ખૂનની ફરિયાદ નોંધાવતા આ ગુનાની તપાસ વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પે. પી. બી. ઝાલા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
આરોપી મોહિદખાન પઠાણની વટવા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ પૂછપરછ દરમ્યાન ગુનામાં વાપરેલ અને કબ્જે કરવામાં આવેલ હથિયાર છરી, આરોપી મોહિનખાન પઠાણ દ્વારા ફ્લિપ કાર્ટ (flipkart) મારફતે ઓનલાઈન મંગાવેલ હોવાની કબૂલાત કરવામાં આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગુન્હો કરવા વાપરેલ હથિયાર ઓનલાઇન મંગાવ્યો હોય એવો આ કદાચ પહેલો કિસ્સો હશે…!! આરોપીની કબૂલાત આધારે આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ મોબાઈલ ચેક કરતા, આરોપી દ્વારા ફ્લિપ કાર્ટ(flipkart)માં ઘણા મેસેજ કરી, ઓર્ડર આપેલાની તેમજ બીજા ઘણા ઓર્ડર કેન્સલ પણ કરાવેલાની વિગત મળતા, પોલીસ ટીમ દ્વારા આ બાબતે તપાસ દરમિયાન ફ્લિપ કાર્ટ (flipkart) પાસેથી વિગતો મંગાવવા તેમજ ડિલિવરી કરવા આવનાર માણસને શોધી, નિવેદનો લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આમ, પોતાના મોબાઈલ મારફતે રહશાસફિમિાંં ઓર્ડર આપી હથિયાર મેળવી ગુન્હો આચરવામાં આવેલ હોઈ, પોલીસ તપાસમાં આ અગત્યનો સાયોગિક પુરાવો સાબિત થાય તેમ છે. આ ઉપરાંત, બનાવ સમયે મળેલ સીસીટીવી પણ કબ્જે લઈને એફ.એસ.એલ.માં તપાસણી માટે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવી છે. વટવા વિસ્તારમાં વાળ કાપવાના રૂપિયા આપવા જેવી સામાન્ય બાબતમાં બનેલ ખૂનના બનાવને અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગંભીરતાથી લઈને જીણવટભરી તપાસ હાથ ધરી આરોપી મોહિનખાન પઠાણ વિરુદ્ધ સાંયોગિક પુરાવાઓ મેળવી કાયદાનો સકંજો કસવા માટે કસરત હાથ ધરી છે.