મેચમાં પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ઓસ્ટ્રેલિયા ટીમ પ્રથમ દાવમાં 474 રનમાં સમેટાઈ ગઈ, યશસ્વી જયસ્વાલે પ્રથમ દાવમાં ટીમ ઈન્ડિયા માટે શાનદાર અડધી સદી ફટકારી
આ દરમિયાન યશસ્વી જયસ્વાલે પ્રથમ દાવમાં ટીમ ઈન્ડિયા માટે શાનદાર અડધી સદી ફટકારી છે. જયસ્વાલે 81 બોલમાં પોતાની અર્ધી સદી પૂરી કરી હતી. હાલમાં સમાચાર લખાય છે ત્યાં સુધી ભારતનો સ્કોર 31 ઓવરમાં 2 વિકેટના નુકસાને 111 રન હતો. યશસ્વી જયસ્વાલે ચોથી ટેસ્ટમાં અડધી સદી ફટકારી, ભારતનો સ્કોર 100 રનને પાર કરી ગયો.