ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.24
વેરાવળમાં વોર્ડ નં.5માં સરકારી જમીન પર આવેલ અંદાજે 45 જેટલા પાકા મકાનો પર પાલિકા તંત્ર અને મામલતદાર સહિતની ટીમો દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું. આ કામગીરીમાં રેવન્યુ વિભાગ,સિટી મામલતદાર, તલાટી સહિતનો સ્ટાફ 22 ટ્રેકટર,6 જેસીબી સાથે જોડાયો હતો અને 3584 ચો.મી. જગ્યા જેની અંદાજિત 3 કરોડ જેટલી હોય તેને ખુલ્લી કરવામાં આવી હતી.
વેરાવળ પાલિકા અને મામલતદાર ટીમ દ્વારા સંયુક્ત રીતે વોર્ડ નં.5માં ડીમોલિશન હાથ ધરાયું
