ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
રાજ્યમાં કેટલાક લોકો પોલીસમાં ફરજ નહીં હવા છતાં અથવા કોઈ પરિવારમાં પણ પોલીસમાં ફરજ નહીં નિભાવતા હોવા છતાં પોતાના વાહન પર પોલીસ લખાવી સીન સપાટા નાખતા નજરે પડે છે આવા તત્વો પર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ લાલ આંખ કરી છે જેમાં સાયલા સર્કલ પાસે સ્થાનિક પોલીસનો સ્ટાફ વાહન ચેકીંગમાં હોય તેવા સમયે જીજે 13 એ જી 5505 વાળા વિકિના ચાલક ગિરિરાજસિંહ મનુભા મકવાણા દ્વારા પોતાના બાઈક પર પોલીસ લખેલું હોય જેથી તેઓને અટકાવી ગુન્હો નોંધ્યો હતો આ તરફ નાની મોલડી પોલીસ મથકનો સ્ટાફ બોરિયાનેસ ગામ નજીક ચેકપોસ્ટ પર વાહન ચેકીંગમાં હોય તેવા સમયે જીજે 03 એન બી 0779 વળી કર્મ આગળ પોલીસની નેમ પ્લેટ લગાવેલ હોય જેથી કારણે અટકાવી ચાલક કેતન કિશોરભાઇ અગ્રાવત વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.