ધારાસભ્ય તરીકે 2 વર્ષ પૂર્ણત: સાથ, સહકાર અને સહયોગ માટે સર્વેનો આભાર માનતા ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
15 મી વિધાનસભા ના રાજકોટ-69 ના ધારાસભ્ય તરીકે ડો દર્શિતા શાહને 2 વર્ષ પુર્ણ થયેલ છે. તેઓની આગવી કાર્યશૈલી સતત લોકો વચ્ચે રહેવું જે ડો.દર્શિતા શાહનો અભિગમ રહ્યો છે. સાચી રજૂઆત લઈને આવેલ કોઈપણ વ્યક્તિ મારા કાર્યાલયથી નિરાશ થઈને ન જવો જોઈએ તેવા અભિગમ સાથે લોકોના નાનામાં નાના પ્રશ્નો ઉકેલવા તેઓ સતત પ્રયત્નશીલ રહે છે.તેઓ મહિલાઓ,દીવ્યાંગો અને પર્યાવરણલક્ષી પ્રશ્નો અંગે ચિંતીત હોય છે.લોકોને સીધી સ્પર્શતી રજૂઆત જરૂર જણાયે સરકારમાં પણ કરે છે.આ રજુઆતમાં તેઓને મહદ અંશે સફળતા પ્રાપ્ત થયેલ છે.જેથી જ તેઓ બહોળી લોક ચાહના અને લોક લાગણી ધરાવે છે.
ગુજરાતના પ્રથમ રાષ્ટ્રીય સેવક સંઘના પ્રાંત સંઘચાલક ડો.પી.વી.દોશીના તેઓ દીકરી છે.રાષ્ટ્ર સેવિકા સમિતિના સભ્ય છે.તેઓ 2 ટમ પૂર્વ ડેપ્યુટી મેયર રહેલ તેમજ પૂર્વ શહેર સંગઠન મંત્રી,પ્રદેશ ડીબેટ ટીમ સભ્ય, પ્રદેશ મહિલા મોરચા સભ્ય,તથા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી સભ્ય રહી ચુક્યા છે.બ્હેરા મૂંગા શાળા,જૈન સોશિયલ ગ્રુપ,ઈંખઅ જેવી અનેકવિધ સંસ્થામાં સક્રિય હોદેદાર છે.તેઓ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના સેનેટ સભ્ય છે.વિધાનસભામાં ગ્રંથાલય અને હાજરી સમિતિના સભ્ય છે.આરોગ્ય વિભાગ ગાંધીનગર ખાતે ઈઊઅની સમિતિમાં,ગખઘ અને શહેરી એકતા સમિતિમાં સભ્ય છે.રોગી કલ્યાણ સમિતિ અને જેલ સલાહકાર સમિતિના સભ્ય છે. ધારાસભ્ય ડો.દર્શિતા શાહ 1,06,000 લીડ થી ભવ્ય જીત તેમની વિધાનસભા 2022ની ચુંટણીમાં મેળવેલ,જે ગુજરાતમાં પાંચમાં સ્થાને સૌરાષ્ટ્રમાં તથા મહિલા ધારાસભ્ય તરીકે પ્રથમ સ્થાને છે.તથા લોકસભાના ઈલેક્શનમાં વિધાનસભા-69 દસમાં ક્રમે રહેલ. નેશનલ ધારાસભ્ય કોન્ફરન્સ મુંબઈ તેમજ દિલ્હી મહિલા ધારાસભ્ય કોન્ફરન્સ માં સક્રિયતા થી ભાગ લીધેલ વિધાનસભાના સત્ર દરમિયાન લોકોના પ્રશ્ર્ન સંદર્ભ તેમજ રજુ થતા બીલ સંદર્ભ સક્રિય રજૂઆત કરી છે.
ધારાસભ્ય ડો. દર્શિતા શાહ બહેરા-મુંગા શાળા ના બાળકો સાથે પોતાના જન્મદિનની ઉજવણી,મનોદિવ્યાંગ બાળકો, અનાથ બાળકો તથા વૃધ્ધાશ્રમમાં મીઠાઈ, ભોજન, તથા ફ્રૂટ્સ વિતરણથી કરી સાદગીનું પ્રતિબિંબ આપેલ છે.તહેવારોની રજામાં ફરજ બજાવતા કર્મચારીઓ, ફાયરબ્રિગેડ 108, સફાઈ કામદારો, વિગેરેને રૂબરૂ મળી બિરદાવી અને મીઠા મોઢા કરાવી વિનમ્રતા દાખવી છે. ડો.દર્શિતા શાહએ પોતાના જન્મદિવસ અંતર્ગત રક્તદાન કેમ્પ તેમજ સુક્ધયા સમૃદ્ધિ અંતર્ગત પોસ્ટ ઓફિસમાં પ્રથમ પ્રીમીયમ પોતે ભરી ખાતું ખોલાવી આપેલ.જુદી જુદી સંસ્થાઓ,સરકારના તથા અન્ય જુદા જુદા 3,000થી વધારે કાર્યક્રમોમાં ગત 2 વર્ષમાં હાજરી આપી હતી.
- Advertisement -
ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં વિધાનસભા-69 ગુજરાતમાં ત્રીજા ક્રમે રહેલ.વિધાનસભા-69 ના 2024ના સ્નેહમિલન સમારોહમાં 1800થી વધુ લોકો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તાઓ સાથે ટીફીન બેઠકો કરેલ. રાજસ્થાન ચુંટણી સંદર્ભ 20 દિવસ સતત રાજસ્થાન રહી ચુંટણીમાં પ્રચાર પસાર કરેલ.બીપોરજોય વાવાઝોડુની પરીસ્થિતિમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરસાણ અને જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કર્યું તેમજ રાત-દિવસ સતત લોકો વચ્ચે કામગીરી કરી હતી. ભારતીય જનતા પાર્ટીના બોટાદ ખાતે પ્રશિક્ષણ વર્ગમાં માર્ગદર્શન આપ્યું હતું. ચોમાસા ઋતુ દરમિયાન ભારે વરસાદને પરિણામે વિસ્તારમાં પાણી ભરવાના પ્રશ્નો,વૃક્ષો પડવાના પ્રશ્નો વગેરે નાની મોટી ફરિયાદોનું નિરાકરણ સ્થળ ઉપર કરેલ તેમજ જરૂરિયાતમંદ સ્થળાંતર થયેલ પરિવારો માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. તથા સતત વિસ્તારોમાં કાર્યરત રહ્યા હતાં.
વિકાસના કામો: વિધાનસભા-69 ના જુદા-જુદા વોર્ડ માં લોકો ની સુવિધામાં સતત વધારો થાય તે ધ્યાને લઈ પેવીંગ બ્લોક ના કામો, બાક્ડાની ફાળવણી, નવા લાઈટ માટેના પોલ નાખવા, રોડ રસ્તા નવા બનાવવા, ફૂટપાથના કામો કરવા, કુલર,વોટરપ્યુરીફાયર,શૈક્ષણિક સાધનો રમતગમતના સાધનો તેમજ કોમ્પ્યુટર સીસ્ટમ અપાવવા ગાર્ડન લગત,જળસંરક્ષણ લગત,ટ્રાફિક અન ટ્રાન્સપોર્ટ લગત,શિક્ષણ તથા આરોગ્ય લગત,જેવી અનેક વિવિધ કામગીરી માટે ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવેલ છે.વિધાનસભા-69 વિસ્તારમાં 800 કરોડથી વધુના અનેકવિધ વિકાસના કામો થયેલ છે. જેમાં અહીં અગત્યના કામોને પ્રસિદ્ધ કરાયા છે.
બજરંગવાડીમાં આરોગ્ય કેન્દ્ર
અરવિંદભાઈ મણિયાર હોલ તેમજ જયુબેલી ગાર્ડનનુ રીનોવેશન.
આર્ટગેલેરીનુ નવીનીકરણ.
ફૂટબોલ ગ્રાઉન્ડ અને હોકી ગ્રાઉન્ડ વચ્ચે વ્યુઈંગ ગેલેરી બનાવી.
જુદા જુદા વોર્ડમાં ડી.આઈ.પાઈપ નાખવી.
ડામર કાર્પેટ,રીકાર્પેટના કામ,પેવીંગ બ્લોકના કામ.
વોંકળા પાકા કરવા તેમજ બોક્ષ કલવર્ટના કામ.
વોટર વર્કસ,જઝઙ,ડ્રેનેજ લગત કામ.
હોમી દસ્તુર માર્ગના છેડે નવા નાલા બનાવાનુ.
ઊંઊંટ સેક્ધડ લેવર ફ્લાઈ ઓવર બ્રીજની કામગીરી પૂર્ણ
વોર્ડ-1માં કોમ્યુનીટી હોલ.
સાંઢીયા પુલનું નવીનીકરણ.
વોર્ડ ઓફીસ નવી બનાવવાનું કામ તેમજ નવીનીકરણ ના કામ.
રોટરી લાઈબ્રેરીને એક્સટેન્શન નું કામ
અટલ સરોવર તેમજ નવી 500 બેડની મધર અને ચાઈલ્ડ હોસ્પીટલનું લોકાર્પણ
પદ્મકુંવરબા હોસ્પિટલમાં નવીનીકરણ મંજુર કરાવેલ.
સિવિલ હોસ્પીટલમાં ખછઈં તેમજ ઈઝ જભફક્ષ વિભાગ શરુ કરવાની સફળ રજૂઆત કરેલ.
સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેંકમાં જરૂરિયાત સાધનો સંદર્ભ સફળ રજૂઆત.
સિવિલ હોસ્પીટલમાં બર્ન્સ તેમજ પોસ્ટ મોર્ટમ રૂમના વિભાગ અંગે સફળ નિરાકરણ કરેલ.
સિવિલ હોસ્પીટલમાં જરૂરિયાતમંદોને ભોજનની વ્યવસ્થામાં સહયોગ આપેલ.
આંગણવાડીમાં ચીકી,પતંગ,ફટાકડા વિતરણમાં સહયોગ આપેલ.
સિવિલ હોસ્પિટલ માટે 400 બેડની નવી હોસ્પિટલ ખાતે મજુર કરાવવા સફળ રજૂઆત કરેલ.
નેફોલોજી સોસાયટીના પ્રશ્ર્નો સંદર્ભ સરકારશ્રીમાં સફળ રજૂઆત કરેલ.
સીટી સ્કેન તથા ખ.છ.ઈં. મશીન સિવિલ હોસ્પિટલ ખાતે મંજુર કરાવેલ.
સિવિલ હોસ્પિટલ બ્લડબેંકમાં 15 લાખના ખર્ચે ઓટોમેટેડ મશીન મંજુર કરાવેલ.
સિવિલ હોસ્પિટલ ખાતે અંદાજીત બે કરોડ ખર્ચે રોડ મંજુર કરાવેલ.
સિવિલમાં દર્દીઓ માટે ન્યુરોલોજી વિભાગમાં સાધન સહાય ફાળવેલ.
ગુજરાતની પ્રથમ કેથલેબ સિવિલ હોસ્પીટલમાં શરુ કરાવે.
જનઔષધી કેન્દ્રની પ્રવૃતિને પ્રોત્સાહન આપવા સતત કાર્ય કરેલ.
રાજકોટ દાહોદ રાત્રી બસની સ્લીપિંગ કોચની સુવિધા મંજુર કરાવેલ.
રાજકોટ થી હીરાસર એરપોર્ટ પહોચવા મુસાફરો ને હાલાકી ન રહે તે ધ્યાને લઈ અઈ બસ ચાલુ કરાવેલ.
એઈમ્સ હોસ્પિટલ પાસે બસ સ્પોટ મંજુર કરાવેલ છે.
બકરી ઈદના દિવસે જુદી જુદી સંસ્થાઓના સહયોગથી પશુ જીવ બચાવેલ.
પર્યુષણ પર્વ દરમિયાન કતલખાના બંધ રાખવા સફળ રજૂઆત કરેલ.
લોઠડા,કડવાલા,પીપલાણા ઇન્ડસ્ટ્રીઝ ઝોન માટે સરકારમાં રજૂઆત કરેલ છે.
જૈન સાધુ-સાધવીના ઉપાશ્રય પ્રશ્ર્ન સંદર્ભે સફળ રજૂઆત.
સીનીયર સીટીજનોને સરકારની યોજના અંતર્ગત શ્રવણ યાત્રા મંજુર કરાવેલ.
ક્ધયા છાત્રાલયના વિકાસ બાબત સહાય કરેલ.
છજઊઈંઝ સેન્ટર ખાતે તાલીમ વર્ગોને પ્રોત્સાહન આપેલ અને તેના વિકાસ માટે સહાય કરી હતી.
કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપનાર કાર્યક્રમો માટે અનુદાનની સફળ ભલામણ કરી હતી.
મતદાતા ને તકલીફ ન પડે તે માટે વિધાનસભા-69 ના શક્તિકેન્દ્રના સરળીકરણની કાર્યવાહી કરેલ.
અયોધ્યામાં રામ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારશ્રીમાં કચેરીઓમાં અડધા દિવસની રજા રાખવા સફળ રજુઆત કરેલ છે.
ગુજરાત કોમન એડમીશન સર્વિસ રજીસ્ટ્રેશન પોર્ટલ સંદર્ભ સફળ રજૂઆત કરી પોર્ટલ પુન:શરુ કરાવેલ.
જરૂરીયાતમંદોને વસ્ત્રદાન તેમજ રાશન કીટનું વિતરણ કર્યું હતું.